ગુજરાત સરકાર પોલીસ અને SRPમાં અગ્નિવીરોને આપશે પ્રાથમિકતા, CM ભૂપેન્દ્ર પટેલે કરી જાહેરાત

|

Jul 27, 2024 | 12:32 PM

અગ્નિવીરોને લઈ ગુજરાત સરકારે મોટી જાહેરાત કરી છે. મહત્વની વાત એ છે કે માત્ર ગુજરાતમાંથી જ નહીં ભાજપ શાસિત કુલ 6 રાજ્યોમાંથી અગ્નિવીરો માટે ખુશીના સમાચાર આવ્યા છે. ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે શુક્રવારે સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરીને માહિતી આપી હતી કે ગુજરાત સરકાર અગ્નિવીરોને અગ્રીમતા આપશે.

અગ્નિવીરોને લઈ ગુજરાત સરકારે મોટી જાહેરાત કરી છે. મહત્વની વાત એ છે કે માત્ર ગુજરાતમાંથી જ નહીં ભાજપ શાસિત કુલ 6 રાજ્યોમાંથી અગ્નિવીરો માટે ખુશીના સમાચાર આવ્યા છે. ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે શુક્રવારે સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરીને માહિતી આપી હતી કે ગુજરાત સરકાર અગ્નિવીરોને અગ્રીમતા આપશે. ગુજરાત પોલીસ અને SRPમાં ભરતી માટે અગ્નિવીરોને પહેલા તક આપવામાં આવશે.

હકીકતમાં કારગીલ વિજય દિવસ પર. ન માત્ર ગુજરાત સરકાર પરંતુ, ભાજપ શાસિત અન્ય 5 રાજ્યોની સરકારે પણ અગ્નિવીરોને આ ભેટ આપી છે. ગુજરાત સહિત ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને ઓડિશાએ પણ આવી જ જાહેરાત કરી છે. તો, યુપીના CM યોગી આદિત્યનાથે અગ્નિવીરની નોકરી કરીને આવેલા યુવાનોને પોલીસની ભરતીમાં અનામત આપવાની જાહેરાત કરી છે.

ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીના નેતૃત્વ વાળા વિપક્ષમાં છેલ્લાં ઘણાં સમયથી એવી માંગ ઉઠી રહી છે કે અગ્નિવીર યોજનાને રદ કરવામાં આવે. ત્યારે કારગીલ વિજય દિવસ પર વડાપ્રધાન મોદીએ આ મુદ્દે વિપક્ષને આડે હાથ લીધું હતું અને ત્યારબાદ ભાજપ શાસિત રાજ્ય સરકારોની આ જાહેરાતથી વડાપ્રધાન મોદીએ આડકતરી રીતે એ સંદેશ પણ આપી દીધો છે કે વિપક્ષ કંઈપણ કરે પરંતુ, અગ્નિવીર યોજના ચાલું જ રહેશે.

Next Video