Gandhinagar : કલોલ નગરપાલિકા પર ટોળાએ કર્યો પથ્થરમારો, જાણો શું હતી સમગ્ર ઘટના, જુઓ Video

| Edited By: | Updated on: Jan 24, 2025 | 8:31 AM

ગુજરાતમાં અનેકવાર જૂથ અથડામણ અને પથ્થરમારાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે ગાંધીનગરના કલોલ નગરપાલિકા પર પથ્થરમારાની ઘટના બની છે. રજૂઆત કરવા આવેલા ટોળાએ પાલિકા પર પથ્થરમારો કર્યો હતો.

ગુજરાતમાં અનેકવાર જૂથ અથડામણ અને પથ્થરમારાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે ગાંધીનગરના કલોલ નગરપાલિકા પર પથ્થરમારાની ઘટના બની છે. રજૂઆત કરવા આવેલા ટોળાએ પાલિકા પર પથ્થરમારો કર્યો હતો. ચીફ ઓફિસર અને પ્રમુખને દબાણની રજૂઆત કરવા આવેલા લોકોએ પથ્થરમારો કર્યો હતો. સમયસર પોલીસની એન્ટ્રીથી ઘટના મોટી બનતા અટકી હતી. પોલીસ આવતા પહેલા જ ટોળું નાસી છૂટ્યું હતા.

આણંદના બોરસદમાં થઈ હતી જૂથ અથડામણ

બીજી તરફ આ અગાઉ આણંદના બોરસદમાં પતંગ લૂંટવાની નજીવી બાબતે 2 જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. ત્યારે અસામાજિક તત્વોએ તીક્ષ્ણ હથિયાર સાથે આતંક મચાવ્યો હતો. જો કે જૂથ અથડામણમાં 2 લોકો ઈજાગ્રસ્ત થતા તાત્કાલિક ધોરણે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ 8 લોકોની અટકાયત કરી હતી. અજીતસિંગ સરદાર, હરબજસિંગ સરદાર સહિતના કુલ 8 લોકો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી.