AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kutch : ગાંધીધામ પાલિકાનું તંત્ર આખરે સ્વચ્છતા માટે જાગ્યુ, 12 કરોડના ખર્ચે ડીપીએ પોતાની જમીન પર પ્લાન્ટ બનાવશે, જુઓ Video

Kutch : ગાંધીધામ પાલિકાનું તંત્ર આખરે સ્વચ્છતા માટે જાગ્યુ, 12 કરોડના ખર્ચે ડીપીએ પોતાની જમીન પર પ્લાન્ટ બનાવશે, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 04, 2023 | 6:09 AM
Share

કચ્છના આર્થિક પાટનગર ગાંધીધામને સ્વચ્છ કરવા અંતે પાલિકાનું તંત્ર જાગી રહ્યુ છે. જી હા દેશમાં સતત સાત વર્ષથી સફાઈ માટે નંબર વન રહેતા ઈન્દોર શહેરના તર્જ પર ગાંધીધામ સ્વચ્છ બનશે. પાંચ લાખની વસતી ધરાવતા ગાંધીધામમાં વર્ષોની ગંદકીની સમસ્યા ઉકેલવા ડીપીએ કંડલા પોર્ટે હાથ લંબાવ્યો છે.

Kutch : કચ્છના આર્થિક પાટનગર ગાંધીધામને સ્વચ્છ કરવા અંતે પાલિકાનું તંત્ર જાગી રહ્યુ છે. જી હા દેશમાં સતત સાત વર્ષથી સફાઈ માટે નંબર વન રહેતા ઈન્દોર શહેરના તર્જ પર ગાંધીધામ સ્વચ્છ બનશે. પાંચ લાખની વસતી ધરાવતા ગાંધીધામમાં વર્ષોની ગંદકીની સમસ્યા ઉકેલવા ડીપીએ કંડલા પોર્ટે હાથ લંબાવ્યો છે. રૂપિયા 12 કરોડના ખર્ચે ડીપીએ પોતાની જમીન પર પ્લાન્ટ બનાવી આપશે.

આ પણ વાંચો : Kutch: ગાંધીધામ GIDC વિસ્તારમાં આગ, ભંગારના વાડામાં ઘટનાને લઈ 4 ફાયર ટીમો પહોંચી, જુઓ Video

ગાંધીધામને સ્વચ્છ કરવા સર્વે પણ કરવામાં આવ્યો છે. અને સફાઈ બાદ તેમાંથી નીકળતા વેસ્ટમાંથી નગરપાલિકાને આવક થાય તેવી શક્યતા છે. વર્ષોથી મુલાકાતે આવનારા પ્રવાસીઓ માટે ગાંધીધામની ઓળખ એક ગંદકીધામ તરીકે હતી. પરંતુ હવે દિનદયાલ પોર્ટ કંડલાના સહયોગથી પાલિકાએ સફાઈની દિશામાં પગલું ભર્યું છે. નગરપાલિકા અને પોર્ટ પ્રશાસન વચ્ચે એમઓયુ કરાર કરીને સફાઈની સમસ્યા ઉકેલવામાં આવશે.

ગઈકાલે ટાઉનહોલ ખાતે સાંસદ, ધારાસભ્ય અને ડીપીએના ચેરમેનની ઉપસ્થિતિમાં નગરપાલિકાના ચીફ ઓફિસર સાથે કરાર કરવામાં આવ્યા હતા. ડીપીએ પોતાની જમીન પર ઘનકચરાના નિકાલના વિવિધ પ્લાન્ટ રૂપિયા 12 કરોડના ખર્ચે બનાવી આપશે. પછી પાલિકા આ પ્લાન્ટ પીપીપી ધોરણે ચલાવશે. એક વર્ષની અંદર કામ પૂર્ણ કરી દેવામાં આવશે. સફાઈ માટે ઈન્દોરની કંપનીએ ખાસ પ્રોજેક્ટ તૈયાર કર્યો છે.

કચ્છ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published on: Oct 03, 2023 07:17 PM
g clip-path="url(#clip0_868_265)">