Vadodara : ગોત્રી વિસ્તારમાંથી ઝડપાયું જુગારધામ, જુગાર રમાડનાર સહિત 17ની ધરપકડ, જુઓ Video
રાજ્યમાં નશાકારક પદાર્થ અને જુગાર પર પ્રતિબંધ હોવા છતા ફરી એક વખત વડોદરામાંથી જુગારધામ ઝડપાયું છે. શહેરના ગોત્રી વિસ્તારમાં બાતમીના આધારે જુગારધામ પર પોલીસે દરોડા પાડ્યા છે. PCBએ દરોડા પાડીને 17 જુગારીઓને ઝડપ્યા છે.
ગુજરાતમાંથી ફરી એક વાર જુગારધામ ઝડપાયું છે. રાજ્યમાં નશાકારક પદાર્થ અને જુગાર પર પ્રતિબંધ હોવા છતા ફરી એક વખત વડોદરામાંથી જુગારધામ ઝડપાયું છે. શહેરના ગોત્રી વિસ્તારમાં બાતમીના આધારે જુગારધામ પર પોલીસે દરોડા પાડ્યા છે. PCBએ દરોડા પાડીને 17 જુગારીઓને ઝડપ્યા છે.
ગોત્રી વિસ્તારમાં જુગાર રમાડનાર ફિરોજ બારોટ સહિત 17ની જુગારીઓની પોલીસે ધરપકડ કરી છે. આ સાથે જ પોલીસે 1.56 લાખની રોકડ સહિત 3 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે વડોદરાના ગોત્રી વિસ્તારમાંથી પોલીસે જુગારધામ ઝડપી પાડ્યુ છે. લોકોને જુગારના રવાડે ચઢાવનાર આરોપી ફિરોજ બારોટ સહિત 17ની ધરપકડ કરવામાં આવી છે. તેમજ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ખંભાત પાલિકાના હોલમાં જુગારધામ !
બીજી તરફ આ અગાઉ આણંદના ખંભાત પાલિકાના હોલમાંથી જુગાર રમાતો હોવાનું સામે આવ્યુ હતું. સ્થાનિકો જુગાર રમતા હોવાનો વીડિયો વાયરલ થતા અનેક પ્રશ્નો ઉભા થયા છે. સિંધિ શોપિંગ સેન્ટર પાછળ આવેલા હોલમાં જુગાર રમાતો હોવાનો વીડિયો સામે આવ્યો હતો. પ્રાપ્તથતી વિગત અનુસાર આ હોલ પોલીસ ચોકીથી માત્ર 50 મીટર દૂર જ આવેલો છે. પાલિકા અને સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયા છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
