Gambhira Bridge Collapse : એપ્રોચ રોડ બનાવી બ્રિજ પર રહેલા ટેન્કરને ઉતારાશે, જુઓ Video

Gambhira Bridge Collapse : એપ્રોચ રોડ બનાવી બ્રિજ પર રહેલા ટેન્કરને ઉતારાશે, જુઓ Video

| Edited By: | Updated on: Jul 26, 2025 | 2:35 PM

વડોદરાના પાદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટનાને અડધા મહિનાથી વધુનો સમય થયો. બ્રિજ પર હજુ તો ટેન્કર પણ યથા સ્થિતિમાં છે. તેને ઉતારી લેવાની કામગીરી પણ ટલ્લે ચઢી છે. મહીસાગર નદીમાં પડેલા સ્લેબ નીચે મૃતદેહ ન મળતા કામગીરી બંધ કરાશે.

વડોદરાના પાદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટનાને અડધા મહિનાથી વધુનો સમય થયો. બ્રિજ પર હજુ તો ટેન્કર પણ યથા સ્થિતિમાં છે. તેને ઉતારી લેવાની કામગીરી પણ ટલ્લે ચઢી છે. મહીસાગર નદીમાં પડેલા સ્લેબ નીચે મૃતદેહ ન મળતા કામગીરી બંધ કરાશે. સ્લેબ તોડવાનું બંધ ટેન્કર ઉતારવાની કામગીરી હાથ ધરાશે. એપ્રોચ રોડ બનાવી બ્રિજ પર રહેલા ટેન્કરને ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવશે. ક્રેનથી ટેન્કર લિફ્ટ થઈ શકે કેમ તે અંગે પણ સરવે હાથ ધરવામાં આવ્યો છે. ટેન્કર ઉતારવામાં હજુ પાંચેક દિવસનો સમય લાગી શકે છે.

સ્લેબ તોડવાની કામગીરી બંધ કરાશે

ડેપ્યુટી ઈજનેરે જણાવ્યું હતુ કે નદીમાં પડેલા સ્લેબને તોડવાનો મુખ્ય ઉદ્દેશ મૃતદેહને શોધવાનો હતો. તે ન મળતા હવે સ્લેબ તોડવાની કામગીરી બંધ કરવામાં આવશે. નવા બ્રિજ માટે ટેન્ડર પ્રક્રિયા પણ શરુ કરી દેવાઈ છે. બીજી ઓગસ્ટ બાદ ટેન્ડર ખુલશે અને ત્યારબાદ વર્ક ઓર્ડર આપી દેવાશે. વર્ક ઓર્ડર આપ્યાના 12 મહિનામાં કામગીરી પૂર્ણ કરવાની રહેશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો