Rajkot Rain : ધોરાજી પંથકની ફુલઝર નદીમાં ઘોડાપૂર, 18 ગામ તરફ જવાના રસ્તા બંધ, ભાદર – 1 ડેમમાં પાણીની આવક, જુઓ Video

|

Jul 24, 2024 | 4:29 PM

રાજકોટના ધોરાજીના નાની પરબડી ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. નાની પરબડીથી પસાર થતી ફુલઝર નદીમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી છે. જ્યારે ભાદર ડેમમાં પાણીની આવક વધી છે. આ ઉપરાંત વેણુ ડેમ ઓવરફ્લો થતા ડેમના 5 દરવાજા ખોલવામાં આવ્યા છે.

રાજકોટના ધોરાજીના નાની પરબડી ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. નાની પરબડીથી પસાર થતી ફુલઝર નદીમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી છે. જેના પગલે નાની પરબડીથી જૂનાગઢ સહિત કુલ 18 ગામ તરફ જવાના રસ્તા બંધ થયા છે. જો કે રસ્તાઓ પાણી ગરકાવ થતા વાહનચાલકોને ભારે હાલાકી થઈ રહી છે.

ભાદર ડેમમાં પાણીની આવક

બીજી તરફ રાજકોટમાં ધોધમાર વરસાદ થતા ભાદર – 1 ડેમમાં પાણીની આવક થઈ છે. ભાદર – 1 ડેમની સપાટી 21 ફૂટે પહોંચી છે. જો પાણીની આવકની વાત કરીએ તો ભાદર 1 ડેમમાં 3,542 ક્યુસેક પાણીની આવક થઈ છે.ભાદર – 1 ડેમ 22 લાખ લોકોને પીવાનું પાણી પૂરું પાડે છે.

વેણુ ડેમના 5 દરવાજા ખોલાયા

આ તરફ ઉપરવાસમાં ભારે વરસાદ ખાબકવાથી ઉપલેટા પંથકમાં આવેલો વેણુ ડેમ ઓવરફ્લો થયો છે. જેના પગલે ડેમના 5 દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી પાણી છોડતાની સાથે જ વેણુ નદી બે કાંઠે વહી રહી છે. જેના પગલે નદીના કાંઠે આવેલા ગામડાઓને એલર્ટ કરાયા છે. તેમજ સ્થાનિકોને નદીના પટમાં અવર- જવર ન કરવા તંત્રએ અપીલ કરી છે.

Next Video