Rajkot : ગોંડલ નેશનલ હાઈવે પર 2 કાર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, 4 વ્યક્તિના મોત, જુઓ Video
રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. ત્યારે રાજકોટના ગોંડલ નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માતમાં ચારના મોત થયા છે. બે કાર વચ્ચે અકસ્માત થતા ઘટના સ્થળે ત્રણના મોત થયા છે. અન્ય એક ઈજાગ્રસ્ત વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયુ છે.
ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. અકસ્માતની આવી જ એક ઘટના રાજકોટના ગોંડલ નેશનલ હાઈવે પર બની છે. ગોંડલ નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માતમાં ચારના મોત થયા છે. બે કાર વચ્ચે અકસ્માત થતા ઘટના સ્થળે ત્રણના મોત થયા છે. અન્ય એક ઈજાગ્રસ્ત વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયુ છે.
રાજકોટથી ધોરાજી તરફ જતી કારના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. કાબુ ગુમાવતા કાર ડિવાઈડરની બીજી બાજુ જઈને બોલેરો કાર સાથે ધડાકાભેર અથડાઈ હતી. સ્થાનિકોએ હોસ્પિટલમાં જાણ કરતા 4 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ LCB પોલીસ, સિટી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારબાદ મૃતક યુવાનોના મૃતદેહને પી.એમ માટે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જો કે ગોંડલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.