AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પૂર્વ સાંસદ સોમા પટેલે કોંગ્રેસમાંથી રાજીનામુ આપતા અનેક તર્કવિતર્ક, કોંગ્રેસે આપી આ પ્રતિક્રિયા- Video

પૂર્વ સાંસદ સોમા પટેલે કોંગ્રેસમાંથી રાજીનામુ આપતા અનેક તર્કવિતર્ક, કોંગ્રેસે આપી આ પ્રતિક્રિયા- Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 12, 2024 | 8:40 PM
Share

સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ સોમા પટેલે થોડા દિવસ પહેલા તળપદા કોળી સમાજના સંમેલનમાં પણ હાજરી આપી હતી. સુરેન્દ્રનગરથી લોકસભાની ટિકિટ માટે તેઓ કોંગ્રેસમાં લોબિંગ કરી રહ્યા હોવાની પણ ચર્ચા હતી. જો કે ગઈકાલે તેમણે અચાનક કોંગ્રેસના સભ્યપદેથી રાજીનામુ આપ્યુ હતુ. જેના પર કોંગ્રેસની પણ હવે પ્રતિક્રિયા સામે આવી છે.

સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ સોમા પટેલના રાજીનામાનો વિવાદ હવે વકર્યો છે. સોમાભાઈ પટેલે દાવો કર્યો છે કે તેમણે અંગત કારણોસર કોંગ્રેસને રામ રામ કહ્યા છે. ઉલ્લેખનીય છે કે ચાર વર્ષ પહેલા જ કોંગ્રેસે જ સોમા પટેલને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા હતા. 16 માર્ચ 2020ના રોજ તેમને કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરાયા હતા. ત્યારે ફરી તેમણે કોંગ્રેસમાંથી રાજીનામુ આપતા વિવાદ સર્જાયો છે. અહીં સવાલ એ પણ છે કે કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરાયા હોવા છતા તેઓ રાજીનામુ કઈ રીતે આપી શકે?

ચાર દિવસ બાદ નિર્ણય લઈશ- સોમા પટેલ

આ અંગે સોમા પટેલે કહ્યુ કે મારા આત્માના અવાજને અનુસરીને મે કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યુ છે અને હાલ મારો કોઈ પ્લાન નથી. ચાર દિવસ પછી જે પ્લાન થશે તે હું મીડિયાને જણાવી દઈશ. તેમણે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને લેખિતમાં રાજીનામુ સોંપ્યુ છે.

કોંગ્રેસમાંથી 6 વર્ષ માટે કરાયા હતા સસ્પેન્ડ- મનિષ દોશી

જો કે સોમાભાઈ પટેલના રાજીનામા પર કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીએ જણાવ્યુ કે સોમાભાઈને 6 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, હવે હવે તેઓ કોંગ્રેસમાંથી રાજીનામું આપવાની જે વાતો કરે છે તે ભ્રામક છે અને ખોટી છે.

આપને જણાવી દઈએ કે પહેલા એવી ચર્ચા હતી કે સોમાભાઈ સુરેન્દ્રનગરથી કોંગ્રેસમાંથી ચૂંટણી લડશે. સોમાભાઈ પણ લોબિંગ કરી રહ્યા હોવાનુ સામે આવ્યુ હતુ. સુરેન્દ્રનગરથી કોંગ્રેસે ચોટિલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વીજ મકવાણાને ટિકિટ આપી છે. ત્યારે હવે સોમાભાઈનો અંતરાત્માનો અવાજ જાગી ગયો છે અને તેમણે કોંગ્રેસમાંથી રામ રામ કર્યા છે. જો કે હવે ચાર દિવસ બાદ તેઓ શું નવીન કરે છે તે જોવુ રહ્યુ.

આ પણ વાંચો: વિષમ વાતાવરણે કેરી પકવતા ખેડૂતોની આશા પર ફેરવ્યુ પાણી, મહુવાની પ્રખ્યાત જમાદાર કેરીને ભારે નુકસાન- Video

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Apr 12, 2024 08:37 PM
g clip-path="url(#clip0_868_265)">