Kheda : બેફામ ડમ્પર ચાલકે પૂર્વ પ્રધાન બિમલ શાહની કારને લીધી અડફેટે, જુઓ Video

Kheda : બેફામ ડમ્પર ચાલકે પૂર્વ પ્રધાન બિમલ શાહની કારને લીધી અડફેટે, જુઓ Video

| Edited By: | Updated on: Mar 02, 2025 | 12:02 PM

ખેડામાં અકસ્માતની ઘટના બની હતી. ખેડામાં પૂર્વ પ્રધાન બિમલ શાહની કારને બેફામ દોડતા ડમ્પરે ટક્કર મારી હતી. કપડવંજના તોરણાથી છીપડી તરફ જતા ચકલીયા કુવા પાસે અકસ્માત સર્જાયો છે.

ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. ત્યારે ખેડામાં પણ અકસ્માતની ઘટના બની હતી. ખેડામાં પૂર્વ પ્રધાન બિમલ શાહની કારને બેફામ દોડતા ડમ્પરે ટક્કર મારી હતી. કપડવંજના તોરણાથી છીપડી તરફ જતા ચકલીયા કુવા પાસે અકસ્માત સર્જાયો છે. સદનસીબે કારમાં સવાર પૂર્વ પ્રધાન બિમલ શાહનો આબાદ બચાવ થયો છે. અકસ્માતની જાણ થતા કાર્યકરો અને હોદ્દેદારોએ ખબર અંતર પૂછ્યા હતા. બિમલ શાહ પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ તરીકે જવાબદારી સંભાળી રહ્યાં છે.

બેફામ ડમ્પરે કારને લીધી અડફેટે

ઉલ્લેખનીય છે કે કપડવંજથી અમદાવાદ જતા ડમ્પરો પીઠાઈ ટોલ પ્લાઝા પર ટોલ ન ભરવો પડે તે માટે તોરણાથી છીપડી માર્ગ પર બેફામ દોડતા હોય છે. આ અંગે ઘણા સમયથી ફરિયાદો ઉઠી રહી છે. તો બીજી તરફ બિસ્માર રસ્તાઓને કારણે વાહનચાલકો કાબૂ ગુમાવતા અવારનવાર અકસ્માતો સર્જાવાની ઘટના બને છે.