Biparjoy Cyclone : વાવાઝોડાએ ધારણ કર્યુ ગંભીર સ્વરુપ, Video દ્વારા જાણો ક્યા વિસ્તારોમાંથી વધશે આગળ
હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકિનારા માટે ચેતાવણી આપવામાં આવી છે. બિપરજોય વાવાઝોડુ પોરબંદરથી 340 કિમીદૂર છે.14 જૂન સુધી આ વાવાઝોડુ ઉત્તર દિશા તરફ આગળ વધશે અને ત્યારબાદ ઉત્તર -પૂર્વ તરફ આગળ વધશે.
Biparjoy Cyclone : અરબી સમુદ્રમાં બિપરજોય વાવાઝોડાએ ગંભીર સ્વરૂપ ધારણ કરી લીધુ છે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકિનારા માટે ચેતવણી આપવામાં આવી છે. બિપરજોય વાવાઝોડુ પોરબંદરથી 340 કિમી દૂર છે.
દ્વારકાના દરિયાકાંઠેથી 380 કિમી દૂર છે. જ્યારે જખૌ બંદરથી 460 કિલોમીટર દૂર છે. 14 જૂન સુધી આ વાવાઝોડુ ઉત્તર દિશા તરફ આગળ વધશે અને ત્યારબાદ ઉત્તર -પૂર્વ તરફ આગળ વધશે. 15 જૂનના રોજ ગુજરાતના માંડવી-કરાંચી વચ્ચે ત્રાટકે તેવી સંભાવના છે.
ગુજરાતના 6 જિલ્લામાં વાવાઝોડાની અસર જોવા મળશે
રાજ્યમાં વાવાઝોડાની સ્થિતિને પહોંચી વળવા માટે સરકારે એક્શન પ્લાન બનાવ્યો છે. ગુજરાતના કચ્છ, જામનગર, દેવભૂમિદ્વારકા, મોરબી, સોમનાથ સહિત 6 જિલ્લામાં વાવાઝોડાની સૌથી મોટી અસર જોવા મળશે. જેને લઇ આ તમામ જિલ્લાના અધિકારીઓ અને હવામાન વિભાગના અધિકારીઓ સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલે બેઠક કરી હતી. અને સ્થિતિ અને તેને પહોંચી વળવા માટેની તૈયારીઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો