આજથી પનીર ખાવાનું બંધ! ગુજરાતના આ જિલ્લામાં ડેરી પર SOGના દરોડા, અખાદ્ય પનીરનો નાશ, જુઓ Video

આજથી પનીર ખાવાનું બંધ! ગુજરાતના આ જિલ્લામાં ડેરી પર SOGના દરોડા, અખાદ્ય પનીરનો નાશ, જુઓ Video

| Edited By: | Updated on: May 02, 2026 | 10:40 PM

દ્વારકાના ખંભાળિયામાં આવેલી જલારામ ડેરી પર SOG અને ફૂડ વિભાગે દરોડા પાડ્યા હતા. 54 કિલો અખાદ્ય પનીરનો નાશ કરવામાં આવ્યો હતો.

દ્વારકા જિલ્લાના ખંભાળિયા ખાતે આવેલી જલારામ ડેરીમાં સ્પેશિયલ ઑપરેશન્સ ગ્રુપ (SOG) દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી ફૂડ વિભાગના અધિકારીઓને સાથે રાખીને કરવામાં આવી હતી. દરોડા દરમિયાન, ડેરીમાંથી 54 કિલો જેટલું અખાદ્ય પનીર મળી આવ્યું હતું, જેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં આ પનીર માનવ વપરાશ માટે યોગ્ય ન હોવાનું જણાયું હતું.

આ ઉપરાંત, દૂધ, દહીં, પનીર અને શ્રીખંડ સહિતની વિવિધ પ્રોડક્ટ્સના નમૂના લેવામાં આવ્યા હતા અને તેમને લેબોરેટરી ટેસ્ટિંગ માટે મોકલી આપવામાં આવ્યા છે. પનીર જેવી વસ્તુઓ બનાવવા માટે વપરાતા એસિટિક એસિડ અંગે પણ તપાસ કરવામાં આવી હતી. ડેરી સંચાલક કેતનભાઈ ફૂડ-ગ્રેડ એસિટિક એસિડના ઉપયોગ અંગે કોઈ સંતોષકારક ખુલાસો આપી શક્યા ન હોવાથી, તેને પણ શંકાસ્પદ ગણીને જપ્ત કરવામાં આવ્યું હતું. આ સમગ્ર મામલે ડેરી સંચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે. TV9 ગુજરાતી દ્વારા આ ઘટનાની વિગતવાર માહિતી આપવામાં આવી હતી.

ગુજરાતમાં ક્યારે થશે ચોમાસાનું આગમન? IMD અને અંબાલાલની નવી આગાહી, જુઓ Video

Published on: May 02, 2026 10:39 PM
Follow Us