Gandhinagar : દર્શ હોસ્ટેલના 20 જેટલા વિદ્યાર્થીઓને ફૂડ પોઇઝનિંગ, આરોગ્ય વિભાગની 2 ટીમે તપાસ હાથ ધરી, જુઓ Video
ગાંધીનગરમાં હોસ્ટેલના વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગ થયું હોવાનું ઘટના સામે આવી છે. દર્શ હોસ્ટેલના 20 જેટલા વિદ્યાર્થીઓને ફૂડ પોઇઝનિંગની અસર જોવા મળી છે.2 દિવસ પહેલા ચાઈનીઝ ફૂડ ખાધા બાદ તબિયત બગડી હતી.
ગાંધીનગરમાં હોસ્ટેલના વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગ થયું હોવાનું ઘટના સામે આવી છે. દર્શ હોસ્ટેલના 20 જેટલા વિદ્યાર્થીઓને ફૂડ પોઇઝનિંગની અસર જોવા મળી છે.2 દિવસ પહેલા ચાઈનીઝ ફૂડ ખાધા બાદ તબિયત બગડી હતી. પેટમાં દુખાવો થતા વિદ્યાર્થીઓએ દવા લીધી હતી. દવા લીધા બાદ વિદ્યાર્થીઓને ઝાડા-ઉલટી શરુ થયા હતા. આરોગ્ય વિભાગની બે ટીમે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
તાપીમાં 24થી વધુ બાળકોમાં થયુ હતું ફૂડ પોઈઝનિંગ
બીજી તરફ આ અગાઉ તાપીના સોનગઢના સાંઢકુવા ગામે 24થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. રતનજ્યોતના બીજ ખાધા બાદ લથડી બાળકોની તબિયત ખરાબ થઈ હતી. એકાએક બાળકોને ઊલટી થતાં શાળા તંત્રમાં દોડધામ થઈ ગઈ હતી. જિલ્લા પંચાયત હસ્તકની સાંઢકુવા પ્રાથમિક શાળાના બાળકોને અસર થઈ હતી. તમામ બાળકોને વ્યારાની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.