લોકગાયિકા કિંજલ દવેને સેશન્સ કોર્ટે ફટકાર્યો 1 લાખનો દંડ, જાણો શું છે સમગ્ર મામલો
લોકગાયિકા કિંજલ દવેને સેશન્સ કોર્ટ દ્વારા રૂપિયા 1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ મામલે કિંજલ દવેએ કોર્ટમાં બિનશરતી માફી માગી હતી, પરંતુ કોર્ટે કહ્યું કે માફી યોગ્ય નથી. 7 દિવસની અંદર રૂપિયા 1 લાખ અરજદારને ચૂકવવા કોર્ટે આદેશ કર્યો છે.
લોકગાયિકા કિંજલ દવેના પ્રખ્યાત ‘ચાર ચાર બંગડી’ ગીતનો વિવાદ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. અન્ય મીડિયાએ રિલીઝ કરેલ ગીતના ઉપયોગ બદલ કિંજલ દવે સામે કોર્ટ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. લોકગાયિકા કિંજલ દવેને સેશન્સ કોર્ટ દ્વારા રૂપિયા 1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.
આ મામલે કિંજલ દવેએ કોર્ટમાં બિનશરતી માફી માગી હતી, પરંતુ કોર્ટે કહ્યું કે હજારો લોકો સામે ગીત ગાયું અને પૈસા કમાયા છે માટે માફી યોગ્ય નથી. 7 દિવસની અંદર રૂપિયા 1 લાખ અરજદારને ચૂકવવા કોર્ટે આદેશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, કિંજલ દવેને ‘ચાર ચાર બંગડી’ ગીત બાદ ખૂબ જ લોકપ્રિયતા મળી હતી.
આ પણ વાંચો બાળકને જન્મ આપ્યાના ત્રીજા દિવસે મહિલાને ઈન્ટરવ્યુ માટે બોલાવતાં ગુજરાત હાઈકોર્ટની GPSCને ફટકાર
