છોટાઉદેપુરમાં સાર્વત્રિક મેઘ મહેર, અઢી ઇંચ વરસાદ પડતા જિલ્લાની સૌથી મોટી નદી ઓરસંગ નદી બે કાંઠે

છોટાઉદેપુર જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થઇ છે અને જિલ્લાના તમામ તાલુકામાં વરસાદી માહોલ છે.

CHHOTA UDEPUR : હવામાન વિભાગની આગાહી વચ્ચે છોટાઉદેપુરમાં સાર્વત્રિક મેઘ મહેર થઇ છે. અઢી ઇંચ વરસાદ પડતા જિલ્લાની સૌથી મોટી નદી ઓરસંગ નદી બે કાંઠે વહેતી થઇ છે. છોટાઉદેપુરમાં 2 વાગ્યા સુધી 2.6 ઈંચ વરસાદ પડ્યો, તો બોડેલીમાં 2.3, પાવીજેતપુરમાં 2 ઈંચ વરસાદ, સંખેડા અને કવાંટમાં 1.4 ઈંચ અને નસવાડીમાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે.

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો હતો. નસવાડીમાં આજ સવાર થી ધોધમાર વરસાદ પાડવાનો શરૂ થયો હતો. સતત વરસી રહેલા વરસાદને કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા હતા.

છોટાઉદેપુર જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થઇ છે અને જિલ્લાના તમામ તાલુકામાં વરસાદી માહોલ છે. બોડેલી વિસ્તારમાં વરસાદની ધમાકેદાર બેટિંગથી રસ્તા પર પાણી ભરાયા અને લોકોને અવર જવર કરવા માટે હાલાકી પડી હતી. બોડેલીમાં બે કલાકમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો જયારે પાવીજેતપુરમાં બે કલાકમાં 1 ઇંચ વરસાદ પડ્યો.

ગુજરાતમાં આગામી ચાર દિવસમાં હવામાન વિભાગે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા , અરવલ્લી, પાટણ , મહેસાણા, મહીસાગર, દાહોદ, ગાંધીનગર, અમદાવાદ , પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, નવસારી, દમણ દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.

આ પણ વાંચો : બરોડા ડેરી વિવાદ : ડેરીના સત્તાધીશો અને ધારાસભ્યો વચ્ચે સમાધાનની બીજી બેઠક પણ નિષ્ફળ, ધારાસભ્યો ડેરીનો ઘેરાવ કરશે

આ પણ વાંચો : આધુનિક સમાજમાં એકતા-સમાનતા માટે રામાનુજાચાર્યના વિચારો મહત્વપૂર્ણ: ત્રિદંડી ચિન્ના જીયાર સ્વામી

Click on your DTH Provider to Add TV9 Gujarati