બરોડા ડેરી વિવાદ : ડેરીના સત્તાધીશો અને ધારાસભ્યો વચ્ચે સમાધાનની બીજી બેઠક પણ નિષ્ફળ, ધારાસભ્યો ડેરીનો ઘેરાવ કરશે

ધારાસભ્યોએ ચિમકી ઉચ્ચારી છે કે, ગુરૂવારે હલ્લાબોલ ચાલું રાખવામાં આવશે અને બરોડા ડેરી સામે ધરણા કરવામાં આવશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 20, 2021 | 4:37 PM

VADODARA : બરોડા ડેરીના હોદ્દેદારો અને ધારાસભ્યો વચ્ચેની બેઠક નિષ્ફળ રહી છે.ધારાસભ્યો આક્રોશ પૂર્વક બેઠક છોડી ચાલી નીકળ્યા.ધારાસભ્યોએ ચિમકી ઉચ્ચારી છે કે, ગુરૂવારે હલ્લાબોલ ચાલું રાખવામાં આવશે અને બરોડા ડેરી સામે ધરણા કરવામાં આવશે. તો બીજી તરફ બરોડા ડેરીના ચેરમેને ભાવફેર નહીં થાય તેવી વાત કરી છે, સાથે જ જણાવ્યું હતું કે, ડેરીએ પહેલેથી જ ભાવ વધારો કર્યો છે.

તો બીજી તરફ બરોડા ડેરીના ચેરમેને કહ્યું કે વાર્ષિક સામાન્ય સભા વગર ભાવફેર નહીં થાય તેવી વાત કરી છે.સાથે જ જણાવ્યું હતું કે, ડેરીએ પહેલેથી જ ભાવ વધારો કર્યો છે. ચેરમેન દિનેશ પટેલે જણાવ્યું હતું કે, તેમના મતે પશુપાલકોને પુરતી રકમ ચુકવાઈ છે અને ડેરીએ પશુપાલકોના કોઈ રૂપિયા કાપ્યા નથી.

તો બીજી તરફ ભાવફેર મુદ્દે ફરી ધારાસભ્યો અને સભાસદો સાથે બેઠક થઈ શકે છે અને આગામી 3 દિવસમાં વિવાદ ઉકેલવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.ભાજપ જિલ્લા પ્રભારી પરાક્રમસિંહ જાડેજાએ આશા વ્યક્ત કરી હતી કે, ભાવફેર મુદ્દે યોગ્ય સમાધાન થઈ જશે.

ઉલ્લેખનીય છે કે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે ફરી એકવાર બરોડા ડેરીના સત્તાધીશો સામે મોરચો માંડ્યો છે.ભાજપના સાવલીના ધારાસભ્ય કેતન ઇનમદારે ચેતવણી આપી છે. જો ત્રણ દિવસમાં ડેરીના સભાસદોને ભાવફેરની રકમ નહીં ચૂકવાય તો, હજારો સભાસદો બરોડા ડેરીનો ઘેરાવ કરશે.વડોદરા જિલ્લા દૂધ ઉત્પાદક મંડળીના હોદ્દેદારોને એકઠા કરીને ઇનામદારે બેઠક યોજી.જેમાં તેઓએ ડેરીના ભાજપના સત્તાધીશોનો ઉધડો લીધો અને ડેરીના સત્તાધીશો ભાજપને કાળો ધબ્બો લગાવતા હોવાનો આરોપ લગાવ્યો.

આ પણ વાંચો : આધુનિક સમાજમાં એકતા-સમાનતા માટે રામાનુજાચાર્યના વિચારો મહત્વપૂર્ણ: ત્રિદંડી ચિન્ના જીયાર સ્વામી

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">