Ahmedabad Video : બુલેટ ટ્રેન માટે પર્વતમાથી પસાર થનારી પ્રથમ ટનલ તૈયાર, 10 મહિનાના ટુંકા ગાળામાં 350 મીટર લાંબી ટનલ તૈયાર
અમદાવાદ-મુંબઈ હાઈ સ્પીડ રેલ કોરિડોર એટલે કે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં વધુ એક સફળતા મળી છે. આ પ્રોજેક્ટની પહેલી પર્વતીય ટનલનું બ્રેકથ્રૂ કરવામાં આવ્યું છે. આ ટનલ માત્ર 10 મહિનામાં જ તૈયાર કરવામાં આવી છે. ગુજરાતના વલસાડ જિલ્લાના ઉમરગાવ તાલુકાના ઝરોલી ગામ પાસે આ ટનલ બનાવામાં આવી છે.આ ટનલની લંબાઈ 350 મીટર છે. તેના વ્યાસની વાત કરવામાં આવે તો તે 12.6 મીટરનો છે.
Ahmedabad : અમદાવાદ-મુંબઈ હાઈ સ્પીડ રેલ કોરિડોર એટલે કે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં વધુ એક સફળતા મળી છે. આ પ્રોજેક્ટની પહેલી પર્વતીય ટનલનું બ્રેકથ્રૂ કરવામાં આવ્યું છે. આ ટનલ માત્ર 10 મહિનામાં જ તૈયાર કરવામાં આવી છે. ગુજરાતના વલસાડ જિલ્લાના ઉમરગાવ તાલુકાના ઝરોલી ગામ પાસે આ ટનલ બનાવામાં આવી છે.
આ પણ વાંચો : Ahmedabad: ટુવ્હીલર પર જનારી યુવતીએ હોર્ન માર્યુ તો રાહદારીએ માર્યો ઢોર માર, પોલીસે નોંધી ફરિયાદ
આ ટનલની લંબાઈ 350 મીટર છે. તેના વ્યાસની વાત કરવામાં આવે તો તે 12.6 મીટરનો છે. તેમજ ટનલની ઉંચાઈ 10.25 મીટર છે. આ ટનલમાં કુલ 2 ટ્રેક બનાવામાં આવશે. ઉલ્લેખનીય બાબત એ છે કે, આ ટનલનું નિર્માણ ન્યુ ઓસ્ટ્રિયન ટનલીંગ મેથડથી કરવામાં આવ્યું છે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા કામ ચાલુ કરવામાં આવ્યુ છે. અમદાવાદથી મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના રૂટમાં આ પ્રકારની કુલ 7 પર્વતીય ટનલનો સમાવેશ થાય છે.
મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
