Navsari : વાંસદા તાલુકામાં રાજકારણ ગરમાયું ! ઉનાઈ ગામે ફટાકડાના વેચાણ મુદ્દે ભાજપ-કોંગ્રેસ આમને-સામને, જુઓ Video
નવસારીમાં દિવાળી સમયે જ વાંસદા તાલુકામાં રાજકરણ ગરમાયું છે. ઉનાઈ ગામે ફટાકડાના વેચાણ મુદ્દે ભાજપ-કોંગ્રેસ આમને-સામને આવ્યું છે. લાઈસન્સ વગર ફટાકડાની દુકાનો ચાલતી હોવાનો કોંગ્રેસના ધારાસભ્યે આક્ષેપ કર્યો છે.
નવસારીમાં દિવાળી સમયે જ વાંસદા તાલુકામાં રાજકરણ ગરમાયું છે. ઉનાઈ ગામે ફટાકડાના વેચાણ મુદ્દે ભાજપ-કોંગ્રેસ આમને-સામને આવ્યું છે. લાઈસન્સ વગર ફટાકડાની દુકાનો ચાલતી હોવાનો કોંગ્રેસના ધારાસભ્યે આક્ષેપ કર્યો છે. દુકાનો બંધ કરાવવા ધારાસભ્ય અનંત પટેલ સાથે કાર્યકર્તાઓ રસ્તા પર ઉતર્યા છે. અનંત પટેલનો અપશબ્દો બોલતો અને બિભત્સ ઈશારા કરતો વીડિયો વાયરલ થયો છે. અનંત પટેલે ભાજપે હિન્દુ વિરોધી અને શ્રી રામ વિરોધી ગણાવ્યા છે. દિવાળીમાં ફટાકડાનો મુદ્દો બનાવી અનંત પટેલે હિન્દુ વિરોધી કામ કર્યું હોવાનો ભાજપે આક્ષેપ કર્યો છે.
ફટાકડાના વેચાણ મુદ્દે ભાજપ-કોંગ્રેસ આમને-સામને
વાંસદાના ઉનાઈમાં ફટાકડાની દુકાનો બંધ કરાવવા અનંત પટેલ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી પડ્યા હતા. જે બાદ વાંસદા પોલીસે ધારાસભ્ય અને કાર્યકર્તાઓને સમજાવીને મામલો થાળે પાડ્યો હતો અને રસ્તો ખુલ્લો કર્યો હતો. તો બીજી તરફ કોંગ્રેસી ધારાસભ્યના આ કૃત્ય પર ભાજપ ભડક્યું છે. આક્ષેપ કર્યા છે કે વાંસદાના લોકોને ફટાકડા ફોડતા રોકીને અનંત પટેલે ગરીબ વિરોધી અને હિન્દુ વિરોધી કામ કર્યું હતું.
