Breaking News : ડભોઈમાં પૂંઠા બનાવતી ફેકટરીમાં લાગી ભીષણ આગ, સામાન બળીને ખાખ, જુઓ Video

Breaking News : ડભોઈમાં પૂંઠા બનાવતી ફેકટરીમાં લાગી ભીષણ આગ, સામાન બળીને ખાખ, જુઓ Video

| Edited By: | Updated on: Aug 09, 2025 | 12:30 PM

રાજ્યમાં અવારનવાર આગની ઘટના સામે આવતી હોય છે. ત્યારે આજે વડોદરામાં ફરી એક વાર આગ લાગવાની ઘટના સામે આવી છે. વડોદરાના ડભોઈના મોતીપુરા ગામે પૂંઠા બનાવતી ફેકટરીમાં આગ લાગવાની ઘટના બની છે.

રાજ્યમાં અવારનવાર આગની ઘટના સામે આવતી હોય છે. ત્યારે આજે વડોદરામાં ફરી એક વાર આગ લાગવાની ઘટના સામે આવી છે. વડોદરાના ડભોઈના મોતીપુરા ગામે પૂંઠા બનાવતી ફેકટરીમાં આગ લાગવાની ઘટના બની છે. આગ લાગવાથી આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા છે. ત્યારે નજીકના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ પણ જોવા મળ્યો છે.

પૂંઠા સહિતનો સામાન બળઈને ખાખ થઈ ગયો છે. ડભોઈ તથા બોડેલીની ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. પ્રાપ્તથતી માહિતી અનુસાર દુર્ઘટનામાં કોઈ પણ જાનહાનિ થઈ નથી. જો કે આગ લાગવાનું કારણ અકબંધ છે.

વાપીમાં આવેલી પ્લાસ્ટિકની કંપનીમાં લાગી હતી આગ

બીજી તરફ વલસાડના વાપીનાં ડુગરામાં આવેલી એક પ્લાસ્ટિકની ફેકટરીમાં આગ લાગી હતી. કંપનીમાં આગ લાગતા જ ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી જોવા મળ્યા હતા. આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાઇ ગયો હતો. જો કે જીમિત પ્લાસ્ટિક પ્રોડકટ નામની કંપનીમાં અચાનક આગ લાગતા આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ પણ જોવા મળ્યો હતો. આગે વિકરાળ રુપ ધારણ કરતા મેજર કોલ પણ જાહેર કરવામાં આવ્યો હતો.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો