Dahod : ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે પાનમ નદીમાં પૂરની સ્થિતિ, પાણીના પ્રવાહમાં યુવક ફસાયો, જુઓ Video
દાહોદમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે. ત્યારે દાહોદ જિલ્લાના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે અનેક નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. જૂના બારિયા ગામની પાનમ નદીમાં અચાનક પાણીનું વહેણ વધી ગયું હતું.
દાહોદમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે. ત્યારે દાહોદ જિલ્લાના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે અનેક નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. જૂના બારિયા ગામની પાનમ નદીમાં અચાનક પાણીનું વહેણ વધી ગયું હતું.જેના કારણએ વહેલી સવારે નદીમાં ચારો લેવા આવેલા શખ્સ નદીના વહેણમાં ફસાયો હતો.
પાણીના ધસમસતા પ્રવાહથી બચવા માટે શખ્સ એક મોટા પથ્થર પર ચઢી ગયો હતો. યુવકે બૂમાબૂમ કરતા સ્થાનિકો તાત્કાલિક દોડી આવ્યા હતા.બાદમાં સ્થાનિકે પોલીસ અને ફાયર વિભાગની જાણ કરી હતી.જેથી ફાયર વિભાગની એક ટીમ દોડી આવી હતી અને નદીમાં ફસાયેલા શખ્સનું રેસ્ક્યૂ કરી જીવ બચાવ્યો હતો.
દાહોદમાં વરસાદી માહોલ
ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ત્યારે દાહોદમાં પણ આજે વહેલી સવારથી વરસાદની શરુઆત થઈ છે. દાહોદના ઝાલોદ, ધાનપુર, ફતેપુરા વિસ્તારમાં પણ વરસાદ ખાબક્યો છે. દાહોદમાં વહેલી સવારથી જ ખાબકી રહેલા વરસાદના કારણે અંડરબ્રિજમાં પાણી ભરાયા છે. જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક તો પ્રસરી છે. તેમજ જળાશયોમાં નવા નીર આવવાથી ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી છે.
ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
