વલસાડ : ધરમપુરના આવધા ખાતે સ્કૂલ બસમાં લાગી આગ, બસ બળીને ખાખ, જુઓ વીડિયો

વલસાડ : ધરમપુરના આવધા ખાતે સ્કૂલ બસમાં લાગી આગ, બસ બળીને ખાખ, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Feb 10, 2024 | 7:58 PM

વલસાડના સેલવાસની સમરવરણીની સ્કૂલના બાળકો વિલ્સન હિલ ખાતે પ્રવાસ ગયા હતા. ત્યારે આવધા ખાતે નાસ્તો કરવા ઉભેલી બસમાં અચાનક આગ લાગી હતી. વિદ્યાર્થીઓ અને શિક્ષકો બસની બહાર હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો હતો, પરંતુ સ્કૂલ બસ બળીને ખાખ થઈ ગઈ હતી.

વલસાડમાં ધરમપુરના આવધા ખાતે સ્કૂલ બસમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. સેલવાસની સમરવરણીની સ્કૂલ બસમાં આગ લાગી હતી. વિલ્સન હિલ ખાતે 30 વિદ્યાર્થી અને 3 શિક્ષકો પ્રવાસ પર ગયા હતા. ત્યારે આ ઘટના બની હતી. જો કે, સદનસીબે આ ઘટનામાં તમામનો આબાદ બચાવ થયો છે.

મળતી માહિતી મુજબ સેલવાસની સમરવરણીની સ્કૂલના બાળકો વિલ્સન હિલ ખાતે પ્રવાસ ગયા હતા. ત્યારે આવધા ખાતે નાસ્તો કરવા ઉભેલી બસમાં અચાનક આગ લાગી હતી. વિદ્યાર્થીઓ અને શિક્ષકો બસની બહાર હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો હતો, પરંતુ સ્કૂલ બસ બળીને ખાખ થઈ ગઈ હતી.

આ પણ વાંચો Valsad : મુંબઈથી સુરત તરફ જઈ રહેલા ટ્રકમાં લાગી આગ, ટ્રાફિક જામ સર્જાયો, જુઓ Video