7 મેના મોટા સમાચાર: Ahmedabad મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ પુરજોશમાં, મહારાષ્ટ્રમાં પણ 99.75 ટકા જમીનનું સંપાદન પૂર્ણ

TV9 Gujarati
| Edited By: | Updated on: May 07, 2023 | 11:58 PM

આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

7 મેના મોટા સમાચાર: Ahmedabad મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ પુરજોશમાં, મહારાષ્ટ્રમાં પણ 99.75 ટકા જમીનનું સંપાદન પૂર્ણ
gujarat latest live news and samachar today 7th May 2023

આજે 7 મેને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 07 May 2023 11:57 PM (IST)

    Kerala: નદીમાં 40 મુસાફરોને લઈ જતી બોટ પલટી, અત્યાર સુધીમાં 15 લોકોના મોત, મૃતકોના પરિવારજનોને PM રાહત ફંડમાંથી વળતરની જાહેરાત

    કેરળના મલપ્પુરમ જિલ્લામાં મુસાફરોથી ભરેલી બોટ નદીમાં પલટી ગઈ છે. આ બોટમાં લગભગ 40 લોકો સવાર હતા. પ્રારંભિક માહિતી અનુસાર આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 15 લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો હજુ પણ નદીમાં લાપતા છે. ઘટનાની જાણ થતાં જ બચાવ અને રાહત ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. નદીમાં ગુમ થયેલા લોકોને શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

    મૃતકોને 2 લાખ રૂપિયાની સહાય

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેરળમાં થયેલા અકસ્માત પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટમાં પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. PM મોદીએ PMNRF તરફથી મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.

  • 07 May 2023 11:47 PM (IST)

    અમરેલી : સિંહ ફક્ત જંગલનો રાજા.. રસ્તા પર આખલાનું રાજ!

    અમરેલી : સિંહ ફક્ત જંગલનો રાજા.. રસ્તા પર આખલાનું રાજ!

  • 07 May 2023 11:43 PM (IST)

    બારાબંકીમાં માર્ગ અકસ્માતમાં 5ના મોત

    યુપીમાં હરદોઈ જિલ્લામાંથી બારાબંકી લગ્ન સમારોહમાં આવેલા લોકોની કાર અકસ્માતનો શિકાર બની હતી. આ અકસ્માતમાં 5 લોકોના મોત થયા હતા. તે જ સમયે, ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માત બાદ ઘટનાસ્થળે એકઠા થયેલા રાહદારીઓએ સ્થાનિક પોલીસને ઘટનાની જાણ કરી હતી.

  • 07 May 2023 11:25 PM (IST)

    છોટા ઉદેપુરના ખેડૂતો કમોસમી વરસાદથી મુશ્કેલીમાં, બાજરી અને મગના પાકને નુકસાન

    છોટા ઉદેપુર જિલ્લાના ખેડૂતો(Farmers)  આકાશી આફતોનો વારંવાર સામનો કરી રહ્યા છે. બોડેલી(Bodeli) તાલુકામાં ગયા વર્ષે ચોમાસામાં(Monsoon)  ભારે વરસાદ થયો જેને લઇ ખેડૂતોને કંઈ ઉપજ મળી નહોતી.ત્યારબાદ શિયાળામાં થયેલા માવઠાને કારણે ખેડૂતોની કમર તૂટી, હવે જ્યારે ખેડૂતોએ વધુએકવાર દેવું કરીને ઉનાળાની ખેતી કરી ત્યારે ફરીથી વાવાઝોડા સાથે થયેલા વરસાદે તબાહી વેરી છે..ચોમાસામાં ખેતીમાં નુકસાન ગયું હતું તેનું યોગ્ય વળતર સરકાર તરફથી મળ્યું નહોતું ઉપરથી કુદરતે ફરીથી વિનાશ વેર્યો છે. જોતાં સરકાર પાસે યોગ્ય વળતરની આ ખેડૂતો આશા રાખી રહ્યા છે.

  • 07 May 2023 10:56 PM (IST)

    કેરળના મલપ્પુરમમાં પ્રવાસી બોટ પલટી જતા 6ના મોત

    કેરળના મલપ્પુરમમાં એક પ્રવાસી બોટ પલટી જતાં 6 લોકોના મોત થયા છે. બોટમાં લગભગ 40 લોકો સવાર હતા. અકસ્માત બાદ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. બોટ કેવી રીતે પલટી ગઈ તે અંગે કોઈ માહિતી સામે આવી નથી.

  • 07 May 2023 10:53 PM (IST)

    Gir Somnath: સોમનાથ ટ્રસ્ટ મુક બધિર ક્રિકેટ ટુર્નામેન્ટનું યજમાન બન્યું, મુક બધિરોએ રમતનું કૌશલ્ય બતાવ્યું

    પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ (Somnath) મંદિર ધાર્મિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર હોવાની સાથે સમાજમાં સકારાત્મક પરિવર્તનો અને દિવ્યાંગ પ્રેમી અભિગમ માટે વિશેષ જાણીતું બન્યૂ છે. સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ અને પ્રધાન,મંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સોમનાથ ટ્રસ્ટ અનેકવિધ દિવ્યાંગ લક્ષી પ્રકલ્પો ચલાવી રહ્યું છે. ટ્રસ્ટની આ જ વિચારધારા હેઠળ તા.6 અને 7 મે ના રોજ સદભાવના ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ મુક બધિર ક્રિકેટ ટુર્નામેન્ટની સોમનાથ ટ્રસ્ટ દ્વારા યજમાની કરવામાં આવી હતી.

  • 07 May 2023 10:21 PM (IST)

    વડોદરાના ડભોઇમાં કમોસમી વરસાદના પગલે અનેક પાકોને નુકસાન, પાક નુક્સાનીની ખેડૂતોની માગ

    ગુજરાતમાં (Gujarat) હવામાન વિભાગે(IMD) કરેલી આગાહી પ્રમાણે રાજ્યમાં કમોસમી વરસાદ(Rain)  થયો. જેને કારણે ખેડૂતોના ઉભા પાકને મોટું નુકસાન થયું છે.. જેમાંથી ડભોઈ તાલુકાના ખેડૂતો પણ બાકાત નથી.ડભોઈ તાલુકાના ગ્રામ્ય વિસ્તારો જેવા કે કૂકડ, વઢવાણા, બોરિયદ તેમજ તાલુકાના અન્ય ગામોના ખેડૂતોની હાલત એક સાંધે અને તેર ટુટે જેવી થઈ છે.કમોસમી વરસાદ અને વાવાઝોડાને કારણે મકાઈ, બાજરી એરંડા, કપાસ સહિતના પાકનો સોથ વળી ગયો. એક તરફ માવઠાએ ખેડૂતોની કમર તોડી નાખી છે.

  • 07 May 2023 09:47 PM (IST)

    Surat : બજરંગ દળ 9 મેના રોજ સમગ્ર દેશમાં સામૂહિક હનુમાન ચાલીસાના કાર્યક્રમ યોજશે

    કર્ણાટકની ચૂંટણીમાં(Karnataka Election)બજરંગ દળને(Bajarang Dal)લઇને રાજકીય પક્ષો વચ્ચે આક્ષેપ પ્રતિઆક્ષેપ ચરમ સીમા પર પહોંચ્યો છે ત્યારે હવે બજરંગ દળે 9 મેના રોજ સમગ્ર દેશમાં સામૂહિક હનુમાન ચાલીસાના(Hanuman Chalisha) કાર્યક્રમની જાહેરાત કરી છે.સુરતમાં બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનોએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં બજરંગ દળના રાષ્ટ્રીય સંયોજક નીરજ દોનેરિયાએ જણાવ્યું કે કોંગ્રેસે બજરંગ દળની સરખામણી પીએફઆઇ સાથે કરી જે શર્મનાક છે. કોંગ્રેસને દેશના ભાગલા પાડવાનું કામ કર્યું અને હવે તે બજરંગ દળને પ્રતિબંધિત કરવાનું કામ કરી રહી છે.

  • 07 May 2023 09:31 PM (IST)

    Ahmedabad મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ પુરજોશમાં, મહારાષ્ટ્રમાં પણ 99.75 ટકા જમીનનું સંપાદન પૂર્ણ

    નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા શેર કરાયેલ પ્રોજેક્ટ રિપોર્ટ મુજબ અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન(Bullet Train) પ્રોજેક્ટ માટે મહારાષ્ટ્રે (Maharashtra)   99.75 ટકા જમીનનું સંપાદન પૂર્ણ  કર્યું છે. જ્યારે ગુજરાતમાં અત્યાર સુધી 98.91 ટકા જમીન સંપાદિત કરવામાં આવી છે. મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેની સરકાર સત્તામાં આવી તે પૂર્વે મહારાષ્ટ્રે માત્ર 75 ટકા જમીન સંપાદન કર્યું હતું. આ ઉપરાંત સપ્ટેમ્બર 2021માં કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીમાં 7.9 હેક્ટરમાંથી 100 ટકા જમીન હસ્તગત કરવામાં આવી હતી,  આ અહેવાલને એક સમાચારપત્રએ ટાંક્યો  છે.  હાલ અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેનનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે.

  • 07 May 2023 09:06 PM (IST)

    ગુજરાતમાં કોરોનાના વળતાં પાણી, નવા 31 કેસ નોંધાયા

    ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેમાં 07 મેના રોજ કોરોનાના નવા 31 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 500ની અંદર આવી છે. એક્ટિવ કેસની સંખ્યા 496એ પહોંચી છે.જેમાં અમદાવાદમાં 08, વડોદરામાં 06, વલસાડમાં 05, સુરતમાં 04, મહેસાણામાં 02, સુરત ગ્રામ્યમાં 02, આણંદમાં 01, ભરૂચમાં 01, સાબરકાંઠામાં 01 અને વડોદરામાં 01 કેસ નોંધાયો છે. જ્યારે કોરોના રિકવરી રેટ 99.10 ટકા થયો છે. તેમજ કોરોનાથી આજે 107 દર્દી સાજા થયા છે.

  • 07 May 2023 08:28 PM (IST)

    સુરતમાં હીરાના વેપારીઓ સાથે 1.20 કરોડની છેતરપિંડી, હીરાને બદલે ગુટખા પધરાવી દીધા

    ગુજરાતના સુરતના મહિધરપૂરા હીરા બજારમાં હીરાના ઠગાઇની ઘટના સામે આવી છે. જેમાં હીરાના વેપારીઓને હીરાને બદલે ગુટખાના ટુકડા મૂકીને છેતરપિંડી કરી હતી. જેમાં વેપારીઓ સાથે કુલ 1.20 કરોડની છેતરપિંડી કરવામાં આવી છે. જયારે મળતી માહિતી મુજબ હીરા વેપારી સાથે દૂરના સબંધી દલાલે જ ઠગાઈ કરી હોવાનું બહાર આવ્યું છે. આ ઉપરાંત આ ઠગબાજે અન્ય વેપારીઓને પણ ઠગ્યા હોવાનું બહાર આવ્યું છે. જો કે વેપારીઓએ પોલીસ ફરિયાદ નોંધાવતા આરોપીની ધરપકડ કરાઈ છે.

  • 07 May 2023 08:19 PM (IST)

    કુસ્તીબાજોએ જંતર-મંતર પર કેન્ડલ માર્ચ કાઢી

    તમામ કુસ્તીબાજો અને અન્ય સામાજિક સંસ્થાઓએ સાથે મળીને દિલ્હીના જંતર-મંતર પર કેન્ડલ માર્ચ કાઢી હતી. તમને જણાવી દઈએ કે આજે સંયુક્ત કિસાન મોરચા, સમાજ સેવી સંગઠન ઉપરાંત હરિયાણા, ઉત્તર પ્રદેશ, પંજાબ અને રાજસ્થાનની 40 થી વધુ ખાપ પંચાયતોના વડાઓએ ખેલાડીઓના પ્રદર્શનને સમર્થન આપ્યું છે.

  • 07 May 2023 07:04 PM (IST)

    ગુજરાતમાં કોરોનાના વળતાં પાણી, નવા 31 કેસ નોંધાયા

    ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેમાં 07 મેના રોજ કોરોનાના નવા 31 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 500ની અંદર આવી છે. એક્ટિવ કેસની સંખ્યા 496એ પહોંચી છે.

  • 07 May 2023 06:38 PM (IST)

    Ahmedabad: રાજ્યમાં શનિવારે ઘટેલી બે અકસ્માતની ઘટનામાં મોરારી બાપુએ 9 મૃતકોના પરિજનોને આપી 1 લાખની સહાય

    રામકથાકાર મોરારી બાપુ દેશમાં કે વિદેશમાં ઘટતી કુદરતી આપદા જેવી કે ભૂકંપ, પૂર જેવી ઘટનામાં પીડિતોને મદદરૂપ થવા માટે નાની મોટી સહાય અચૂક મોકલે છે. જ્યારે રાજ્યમાં ગઈકાલે શનિવારે (06.05.23) ઘટેલી બે ગોજારા અકસ્માતમાં મૃત્યુ પામેલા મૃતકોને પણ મદદ માટે હાથ લંબાવ્યો છે. ગઈકાલે સુરત અને બારડોલી વચ્ચે કાર અને ડમ્પર વચ્ચે ગોજારા અકસ્માતમાં એક જ પરિવારના 6 લોકોના મોત થયા હતા. ત્યારે આ મૃતકોના પરિજનો પ્રત્યે મોરારી બાપુએ સંવેદના વ્યક્ત કરી પ્રત્યેક મૃતકના પરિવારને 11 હજાર લેખે કુલ મળીને 66 હજારની સહાય અર્પણ કરી છે.

    આ તરફ દ્વારકા જિલ્લાના ભાણવડ નજીક એક છકડો રિક્ષા પુલ પરથી નીચે ખાબક્તા ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ મૃતકોના પરિજનોને પણ મોરારીબાપુ દ્વારા 33 હજારની સહાય રાશિ અર્પણ કરવામાં આવી છે.

  • 07 May 2023 06:16 PM (IST)

    દાહોદમાં જિલ્લા શિક્ષણ અધિકારી રૂપિયા 1 લાખની લાંચ લેતા ઝડપાયા

    દાહોદમાં(Dahod)  જિલ્લા શિક્ષણ અધિકારી રૂપિયા 1 લાખની લાંચ(Bribe)  લેતા ઝડપાયા છે.જેમાં જિલ્લા શિક્ષણ અધિકારી મયુર પારેખ 1 લાખ રુપીયાની લાંચ લેતા ઝડપાયા છે. જેમાં બદલીના ઓર્ડર માટે લાંચ માંગ હતી. આ અગાઉ બોર્ડની પરીક્ષાના સમયે પુર્વ જિલ્લા શિક્ષણાધિકારી કાજલ દવે માત્ર રૂપિયા 10 હજારની લાંચમાં સપડાઈ જવાની ઘટના બની હતી ત્યારે આ બાદ તેઓનો આ ચાર્જ પ્રાથમીક શિક્ષણાધિકારી મયુર પારેખને સોંપવામાં આવ્યો હતો ત્યારથી મયુર પારેખ દાહોદ જિલ્લા શિક્ષણાધિકારીનો ચાર્જ સંભાળતાં હતાં ત્યારે આજરોજ તેઓ પણ રૂપિયા 1 લાખની લાંચ લેતાં એ.સી.બી. પોલીસના હાથ ઝડપાયા છે.

  • 07 May 2023 06:02 PM (IST)

    સુરતમાં વલ્લભાચાર્ય રોડ પર દબાણ મુદ્દે ધારાસભ્ય કુમાર કાનાણીએ ફરી SMC સામે માંડ્યો મોરચો, મનપાની કામગીરી ભેદભાવપૂર્ણ હોવાનો લગાવ્યો આરોપ

    સુરત શહેરમાં દબાણ મુદ્દે તંત્ર સામે ફરી એકવાર ધારાસભ્ય કુમાર કાનાણીએ બાંયો ચડાવી છે. શહેરના વલ્લભાચાર્ય રોડ પર દબાણ મુદ્દે મનપાની કામગીરી પર વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ સવાલ ઉઠાવ્યા છે. મનપાના અધિકારીઓ દબાણ દૂર નહીં કરતા કોર્પોરેશનની ધારાસભ્ય અને સાંસદની સંકલન બેઠકમાં કુમાર કાનાણીએ રજૂઆત કરી હતી. વલ્લભાચાર્ય રોડ પર દબાણ દૂર કરવામાં આવે તેવી ભાજપના ધારાસભ્યની માગ છે.

    મનપા ભેદભાવપૂર્ણ કામગીરી કરતી હોવાનો કુમાર કાનાણીનો આરોપ

    દબાણો મુદ્દે ભેદભાવ રાખવામાં આવતો હોવાનો ધારાસભ્યએ કોર્પોરેશનના અધિકારીઓ પર આરોપ લગાવ્યો છે. કુમાર કાનાણીએ કહ્યું, ધારાસભ્ય તરીકે વારંવારની ફરિયાદ છતાં જાહેર રોડ પરના દબાણો દૂર કરવામાં મનપાને પરસેવો પડે છે. વધુમાં કહ્યું,ધારાસભ્યોની ફરિયાદનું કશું ઉપજતું નથી. હવે અમે ફરિયાદ અને રજૂઆત કરવાનું બંધ કરી દઈએ તેવી ટીપ્પણી સાથે ધારાસભ્યએ હોબાળો મચાવ્યો હતો.

  • 07 May 2023 05:29 PM (IST)

    અમેરિકા-કેનેડા બોર્ડર પર ચૌધરી પરિવારના મોતનો મુદ્દો, આરોપી સચિન વિહોલને પકડવા પોલીસ લુકઆઉટ નોટિસ કાઢશે

    અમેરિકા-કેનેડા બોર્ડર પર ચૌધરી પરિવારના મોતનો મુદ્દો, આરોપી સચિન વિહોલને પકડવા પોલીસ લુકઆઉટ નોટિસ કાઢશે

  • 07 May 2023 04:47 PM (IST)

    Surat: બ્રેઈનડેડ શૈલેશ પાદરિયાના અંગદાનથી 5 વ્યક્તિઓને નવજીવન મળ્યું

    સુરત(Surat) શહેર હવે ઓર્ગેન ડોનર સીટી તરીકે ખ્યાતિ પામી રહ્યું છે. સુરતથી વધુ એક અંગદાન(Organ Donation) ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા વિનસ હોસ્પિટલ થી કરાવવામાં આવ્યું છે. લેઉવા પાટીદાર સમાજના બ્રેઈનડેડ શૈલેશભાઈ હસમુખભાઈ પાદરીયા ઉ.વ 64 ના પરિવારે ડોનેટ લાઈફના(Donate Life)  માધ્યમથી શૈલેશભાઈના લિવર, કિડની અને ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે.સુરતના મહિધરપુરા સ્થિત મણિયા શેરી ખાતે રહેતા અને નિવૃત જીવન જીવતા શૈલેશભાઈ 5  મેના રોજ બપોરે 12 કલાકે જમીને બેઠા હતા, ત્યારે તેમને માથામાં દુઃખાવાની ફરિયાદ કરી હતી. ત્યારબાદ ઉલ્ટીઓ થતા તેઓ બેભાન થઇ ગયા હતા.

  • 07 May 2023 04:12 PM (IST)

    Jammu Kashmir: પુલવામામાં મોટો આતંકી હુમલો ટળ્યો, આતંકીની ધરપકડ, 5-6 કિલો IED પણ જપ્ત

    જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સંભવિત મોટો આતંકવાદી હુમલો ટળી ગયો છે. જમ્મુ કાશ્મીર પોલીસે અહીં 5-6 કિલો IED રિકવર કર્યું છે. પોલીસે તેની સાથે એક આતંકવાદીની પણ ધરપકડ કરી હતી. ઈશ્ફાક અહેમદ વાની નામનો આતંકવાદી પુલવામાના અરીગમનો હોવાનું કહેવાય છે. પોલીસે આ મામલે એફઆઈઆર નોંધીને તપાસ શરૂ કરી છે. કાશ્મીર ઝોન પોલીસે રવિવારે આ જાણકારી આપી.

    પોલીસે જણાવ્યું કે આરોપી ઈશ્ફાક પાસેથી લગભગ 5-6 કિલો IED મળી આવ્યો છે. આરોપી કસ્ટડીમાં છે. છેલ્લા આતંકવાદી હુમલા બાદ મોટી માત્રામાં IED મળી આવ્યો છે. પહેલા પુંછમાં અને પછી રાજૌરી હુમલામાં ઘણા જવાનો શહીદ થયા હતા. આતંકવાદીઓએ પૂંછમાં લશ્કરી વાહનને નિશાન બનાવ્યું હતું. આતંકીઓએ સેનાના વાહન પર ગ્રેનેડ ફેંક્યા હતા, જેના કારણે વાહનમાં આગ લાગી હતી. આ હુમલામાં પાંચ જવાન શહીદ થયા હતા.

  • 07 May 2023 03:29 PM (IST)

    સંજય રાઉત 10 જૂન સુધીમાં NCPમાં જોડાશે, ભાજપના ધારાસભ્ય નિતેશ રાણેનો દાવો

    મહારાષ્ટ્ર ભાજપના નેતા અને ધારાસભ્ય નિતેશ રાણેએ શિવસેનાના નેતા સંજય રાઉતને લઈને મોટું નિવેદન આપ્યું છે . તેમણે કહ્યું કે સંજય રાઉતને લાગે છે કે ઉદ્ધવ ઠાકરે હવે તેમને સાંસદ બનાવી શકશે નહીં. આવી સ્થિતિમાં તેઓ એનસીપીમાં પોતાનું ભવિષ્ય શોધી રહ્યા છે . પરંતુ તેમના માર્ગમાં સૌથી મોટો અવરોધ અજિત પવાર છે. જો અજિત પવાર આજે પાર્ટીમાંથી બહાર થશે તો સંજય રાઉત તરત જ NCPમાં જોડાશે. આ ક્રમમાં તેમણે NCP નેતા જિતેન્દ્ર આહવાનને ચીની હિન્દુ ગણાવ્યા છે.

    તેમણે કહ્યું કે જ્યારે તેમનું મૃત્યુ થશે, ત્યારે તેમના મૃત્યુ પ્રમાણપત્ર પર હિંદુ લખવામાં આવશે, મુંબ્રાના ધારાસભ્ય નહીં. બીજેપી આગેવાન નિતેશ રાણેએ કહ્યું કે તેઓ પહેલા જ દાવો કરી ચૂક્યા છે કે આ મહાવિકાસ અઘાડીની છેલ્લી બેઠક હશે. તે સમયે કોઈએ તેની વાત પર વિશ્વાસ કર્યો ન હતો. ત્યારે MVAના લોકોએ જુદા જુદા કારણો આપ્યા હતા.

  • 07 May 2023 02:41 PM (IST)

    કોંગ્રેસે બજરંગ બલીનું અપમાન કર્યુંઃ અમિત શાહ

    કર્ણાટકમાં એક ચૂંટણી રેલીને સંબોધતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ભાજપ મુસ્લિમ આરક્ષણ લાગુ નહીં થવા દે. કોંગ્રેસે મુસ્લિમ આરક્ષણને પ્રોત્સાહન આપવાનું કામ કર્યું. કોંગ્રેસ તુષ્ટિકરણની રાજનીતિ કરે છે. કોંગ્રેસે બજરંગ બલીનું અપમાન કર્યું છે.

  • 07 May 2023 01:44 PM (IST)

    J&K: પુલમાવામાંથી એક આતંકવાદીની ધરપકડ, 5 કિલો RDX જપ્ત કરાયુ

    જમ્મુ-કાશ્મીરના પુલવામામાં પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે ઈશ્ફાક અહેમદ વાનીની ધરપકડ કરી હતી. બાદમાં તેની તપાસ બાદ 5-6 કિલો IED મળી આવ્યુ હતું.

  • 07 May 2023 01:14 PM (IST)

    વરસાદના વિઘ્ન વચ્ચે પણ PM મોદીના રોડ શોમાં જન સેૈલાબ યથાવત

    કર્ણાટક વિધાનસભા ચૂંટણી પ્રચાર સોમવારે સમાપ્ત થશે. ભાજપ અને કોંગ્રેસ બંને પાસે હવે માત્ર એક જ દિવસનો મોકો બચ્યો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બીજા દિવસે કર્ણાટકમાં ભવ્ય રોડ શો કરી રહ્યા છે. તેમના રોડ શોમાં રોડની બંને બાજુ હજારોની ભીડ ઉમટી હોવાનું જોવા મળી રહ્યું છે.

  • 07 May 2023 12:26 PM (IST)

    જામનગરમાં તલાટીની પરીક્ષાને લઈને તંત્ર સજ્જ, એસટી બસ સ્ટેન્ડ પર હજારોની સંખ્યામાં ઉમેદવારોની અવરજવર

    જામનગરમાં તલાટીની પરીક્ષાને લઈને તંત્ર સજ્જ બન્યુ છે. એસટી બસ સ્ટેન્ડ પર હજારોની સંખ્યામાં ઉમેદવારોની અવરજવર થઈ રહી છે. ઉમેદવારોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે વધારાની બસો ફાળવાઈ છે. શહેર અને તાલુકામાં કુલ 70 શાળા-કોલેજોમાં 84 યુનિટ પર પરીક્ષા લેવાશે. કુલ 794 વર્ગખંડોમાં કુલ 23,820 ઉમેદવારો પરીક્ષા આપશે. સુપરવાઈઝર, ઈન્વિજીલેટર સહિત 1 હજાર 729નો સ્ટાફ ફરજ બજાવશે. ગેરરીતિ અટકાવવા DRDA જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સીના ડાયરેક્ટરની મુખ્ય ઓબ્ઝર્વર તરીકે નિયુક્તિ કરાઈ છે. તમામ પરીક્ષા કેન્દ્ર પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રહેશે.

    વહેલી સવારથી એસટી સ્ટેન્ડ પર ઉમેદવારોનો જમાવડો

    એસટી સ્ટેન્ડ પર સવારથી જ મોટી સંખ્યામાં ઉમેદવારોનો જમાવડો જોવા મળ્યો હતો. એસટી દ્વારા વધારાની બસો ફાળવાઈ હોવા છતા ઉમેદવારોને અને મુસાફરોને થોડી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

  • 07 May 2023 12:22 PM (IST)

    હત્યા પહેલા ગુડ્ડુ મુસ્લિમે અતીક અને ઉમેશ પાલ વચ્ચે વાતચીત ગોઠવી હતી

    ઉમેશ પાલ હત્યા કેસમાંથી મોટા સમાચાર આવી રહ્યા છે કે ગુડ્ડુ મુસ્લિમે હત્યા પહેલા અતીક અહેમદે ઉમેશ પાલ સાથે વાત કરી હતી. તે ઉમેશ પાલનીના ઘરે ગયો અને તેમને વાત કરાવી. તે સમયે અતીક અહેમદ સાબરમતી જેલમાં હતો.

  • 07 May 2023 10:37 AM (IST)

    સિંઘુ બોર્ડર પર કડક સુરક્ષા વ્યવસ્થા

    દિલ્હી ગાઝીપુર બોર્ડરની જેમ સિંઘુ બોર્ડર પર પણ કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. દિલ્હી પોલીસ અને અર્ધલશ્કરી દળના જવાનો અહીં તૈનાત છે. આ સાથે મલ્ટિલેયર બેરિકેડિંગ પણ કરવામાં આવ્યું છે. અહીં વોટર કેનન પણ લગાવવામાં આવી છે.

  • 07 May 2023 10:21 AM (IST)

    રાજસ્થાનના ટોંકમાં બોટ પલટી જતાં 7 લોકો ડુબ્યા, 5ને બચાવી લેવાયા

    ટોંક જિલ્લાના સૌથી મોટા બિસલપુર ડેમમાં બોટિંગ દરમિયાન એક બોટ પલટી હોવાની ઘટના બની છે જેમાં એક જ પરિવારના 6 સભ્યો સહિત કુલ 7 લોકો ડૂબવા હતા. આ દરમિયાન માછીમારો અને ગ્રામજનોએ 5 લોકોને બચાવ્યા, જ્યારે 2 લોકો ગુમ થયા હતા, જેમની શોધ ચાલુ છે.

  • 07 May 2023 10:18 AM (IST)

    રાજ્યભરમાં આજે લેવાશે તલાટીની ભરતી પરીક્ષા, 8 લાખ 64 હજાર ઉમેદવારો આપશે પરીક્ષા, કોઈપણ ગેરરીતિ ન સર્જાય તે માટે ચુસ્ત બંદોબસ્ત

    ગુજરાતમાં પેપરલીક અને ડમીકાંડ જેવા કૌભાંડોની હારમાળા વચ્ચે એક મહિનાની અંદર બીજી મોટી અને મહત્વપૂર્ણ સ્પર્ધાત્મક પરીક્ષા યોજાવા જઇ રહી છે. આજે ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા રાજ્યભરમાં તલાટીની પરીક્ષા યોજાશે. તલાટીની પરીક્ષામાં ગુજરાતભરમાંથી કુલ 8.64 લાખ ઉમેદવારો પરીક્ષા આપશે. જે સ્પર્ધાત્મક પરીક્ષાના ઇતિહાસમાં રેકોર્ડબ્રેક સંખ્યા છે. તલાટીની પરીક્ષા માટે કુલ 2694 કેન્દ્રો પર વ્યવસ્થા કરવામાં આવી છે.

  • 07 May 2023 10:18 AM (IST)

    Rajkot : શહેરમાં હાર્ટ એટેકના કેસમાં સતત વધારો, વધુ 2 લોકોના મોત

    નાની વયે હાર્ટ એટેકથી મોતનાં બનાવમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજકોટમાં વધુ 2 લોકોના હાર્ટ એટેકથી મોત નિપજ્યા છે. રાજકોટના મવડી ચોકડી પાસે 32 વર્ષીય મહિલાનું કપડા ધોતી વખતે હાર્ટએટેકથી મોત થયુ છે. તો રામાપીર ચોકડી પાસે ભોજન લેતી સમયે હાર્ટ એટેક આવતા 40 વર્ષીય પુરુષનું મૃત્યુ નિપજ્યુ છે.

  • 07 May 2023 10:10 AM (IST)

    NEET UG 2023 : મણિપુરમાં હિંસાની અસર, વિદ્યાર્થીઓ માટે NEET પરીક્ષા મોકૂફ

    NEET UG 2023 : દેશભરમાં આજે NEET UG 2023ની પરીક્ષા યોજાશે. બપોરે 2થી સાંજે 5:20 વાગ્યા સુધી પરીક્ષા યોજાશે. બપોરે 1:30 બાદ પરીક્ષા કેન્દ્રમાં એકપણ વિદ્યાર્થીને પ્રવેશ આપવામાં નહીં આવે. રાજયમાં અંદાજે 80 હજાર સહિત દેશભરમાંથી 20.87 લાખ ઉમેદવારો પરીક્ષા આપશે. 3 કલાક 20 મિનિટની પરીક્ષા 720 માર્કની રહેશે. 200 પ્રશ્નોમાંથી 180 પ્રશ્નોના જવાબ વિદ્યાર્થીઓને આપવાના રહેશે. સાચા સવાલના જવાબના 4 માર્ક અને સવાલના ખોટા જવાબ પર માઇનસ 1 માર્ક કપાશે.

  • 07 May 2023 10:09 AM (IST)

    લીંબડીના સૌકામાં ઝડપાયેલા જુગારધામમાં પોલીસ 12 લાખનો માસિક હપ્તો વસૂલતી હોવાનો આક્ષેપ, 9 પોલીસ કર્મચારીને કરાયા સસ્પેન્ડ

    સુરેન્દ્રનગરના લીંબડીના સૌકા ગામમાંથી ઝડપાયેલા જુગારધામ મામલે પોલીસ સામે ગંભીર આક્ષેપો થયા છે. જુગારધામના સંચાલક નવદીપસિંહ ઝાલાએ પોલીસ જુગારધામ ચલાવવા દેવા માટે મોટી રકમનો માસિક હપ્તો વસૂલતી હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે SOGના PSI પઢિયાર તેમજ કોન્સ્ટેબલ હરદેવસિંહ ઝાલા સામે હપ્તાખોરીનો આક્ષેપ લગાવ્યો હતો.

  • 07 May 2023 10:09 AM (IST)

    તિહાર જેલમાં મોટી કાર્યવાહીની તૈયારી? આવતીકાલ સુધીમાં રિપોર્ટ સોંપવો પડશે

    Tillu Tajpuriya Murder: રાજધાની દિલ્હીમાં સ્થિત તિહાર જેલમાં મંગળવારે થયેલી ગેંગસ્ટર સુનીલ માન ઉર્ફે ટિલ્લુ તાજપુરિયાની હત્યાની તપાસ માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિની રચના દિલ્હી જેલના મહાનિર્દેશાલય દ્વારા કરવામાં આવી છે.

    દિલ્હી જેલના ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ રાજેશ ચોપરાને દિલ્હી જેલના ડાયરેક્ટર જનરલ વરિષ્ઠ આઈપીએસ સંજય બેનીવાલના આદેશ પર રચાયેલી તપાસ સમિતિના વડા બનાવવામાં આવ્યા છે. અગાઉ નક્કી થયેલ સમયમર્યાદા મુજબ, સમિતિએ તપાસ અહેવાલ બે દિવસમાં એટલે કે ગયા શુક્રવારે (4 મે, 2023 સુધીમાં) સબમિટ કરવાનો હતો.

  • 07 May 2023 10:08 AM (IST)

    અમૃતસરઃ દરબાર સાહિબ પાસે જોરદાર વિસ્ફોટ, અનેક લોકો ઘાયલ

    પંજાબના અમૃતસરમાં સુવર્ણ મંદિર પાસે મોડી રાત્રે જોરદાર બ્લાસ્ટ થયો હતો. આ વિસ્ફોટમાં કેટલાક લોકોને થોડી ઈજાઓ થઈ હોવાની માહિતી મળી રહી છે. સ્થાનિક લોકોએ જણાવ્યું કે અચાનક તેમને ધડાકાનો અવાજ સંભળાયો અને બધા ડરી ગયા. ઘટનાસ્થળે પહોંચેલા પોલીસ અધિકારીનું કહેવું છે કે વિસ્ફોટ પાર્કિંગમાં મોટો કાચ તૂટવા સાથે થયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે મોડી રાત્રે સચખંડ શ્રી હરમંદિર સાહિબની બહાર વિસ્ફોટ થયો હતો.

  • 07 May 2023 08:21 AM (IST)

    જંતર-મંતર પર ભારે સુરક્ષા વ્યવસ્થા, મહાપંચાયતને લઈને કડક સુરક્ષા વ્યવસ્થા

    દિલ્હીના જંતર-મંતર પર મોટી સંખ્યામાં RAF, CRP અને દિલ્હી પોલીસના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. આજે યોજાનારી મહાપંચાયતને લઈને કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે ઘણા ખાપ અને ખેડૂત સંગઠનો અહીં પહોંચવાના છે. રાકેશ ટિકૈત પણ સવારે 11 વાગે પહોંચી જશે. ધીમી ગતિએ ચાલતા વાહનોને બોર્ડર પર જ રોકવામાં આવશે અને દિલ્હીમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં.

  • 07 May 2023 08:20 AM (IST)

    અમેરિકાઃ ટેક્સાસના મોલમાં ફાયરિંગમાં 9ના મોત

    અમેરિકાના ટેક્સાસના એક મોલમાં ફાયરિંગની ઘટનામાં 9 લોકોના મોત થયા છે. સમાચારમાં કહેવામાં આવી રહ્યું છે કે હુમલાખોર પણ માર્યો ગયો છે. જ્યારે અકસ્માતમાં 7 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

  • 07 May 2023 07:30 AM (IST)

    ‘નમસ્તે’ વિવાદ પર પાકિસ્તાનમાં હોબાળો, બિલાવલે બદલ્યો ટ્વિટર પ્રોફાઇલ ફોટો, પીએમ શરીફે ઈમરાન પર નિશાન સાધ્યું

    પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારી એસસીઓની બેઠકમાં ભાગ લેવા ગુરુવારે ભારત આવ્યા હતા. શુક્રવારે SCOની બેઠક યોજાઈ હતી. આ દરમિયાન ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર અને પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવત ભુટ્ટો ઝરદારીએ દૂરથી એકબીજાને શુભેચ્છા પાઠવી હતી. આ અંગે પાકિસ્તાનમાં હોબાળો મચી ગયો છે.

  • 07 May 2023 07:08 AM (IST)

    સુરક્ષા દળોની વધુ 20 કંપની ખડકી દેવાઈ, મુખ્યમંત્રીએ બોલાવી સર્વપક્ષીય બેઠક

    મણિપુર હિંસાઃ મણિપુરમાં હિંસા બાદ અહીં સ્થિતિ હજુ પણ તંગ છે. રાજ્યમાં વધુ સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. સુરક્ષા દળોની 14 કંપનીઓ અહીં પહેલાથી જ તૈનાત હતી જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે 20 વધુ કંપનીઓ મણિપુર મોકલવામાં આવી છે. રાજ્યની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી એન બિરેન સિંહે ગઈકાલે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી.

  • 07 May 2023 06:42 AM (IST)

    મણિપુરના મુખ્યમંત્રીએ હિંસા પર બેઠક કરી

    મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે ટ્વીટ કર્યું હતું કે રાજ્યમાં શાંતિ અને સ્થિરતા પુનઃસ્થાપિત કરવા માટે ગ્રાઉન્ડ ઓપરેશનની સમીક્ષા કરવા માટે તેમણે રાજ્ય સરકાર, પોલીસ અને અર્ધ-લશ્કરી દળોના વરિષ્ઠ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજી હતી. રાજ્યમાં શાંતિ સુનિશ્ચિત કરવા માટે સમગ્ર ટીમ ચોવીસ કલાક કામ કરી રહી છે.

  • 07 May 2023 06:41 AM (IST)

    બનાસકાંઠાના ડીસામાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડયા, દૂધની બનાવટોના સેમ્પલ લીધાં

    બનાસકાંઠાના ડીસામાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડ્યા હતા.દૂધ બનાવટની ચીજવસ્તુઓ વેચતા વેપારીઓને ત્યાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે તપાસ હાથ ધરી હતી.. જેમાં પનીર સહિતની શંકાસ્પદ ચીજવસ્તુઓના સેમ્પલ લેવાયા હતા.ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની તપાસથી અન્ય ભેળસેળિયા વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.

    ગુજરાતમાં રાજકોટમાં ભેળસેળયુક્ત પનીરનો જથ્થો મળ્યા બાદ રાજ્યના અનેક શહેરો અને જિલ્લામાં પનીર સહિત દૂધની બનાવટોનું આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જેમાં સુરત અને વડોદરા પણ આરોગ્ય વિભાગ દ્વારા પનીર સહિતની બનાવટોના સેમ્પલ લેવામાં આવ્યા છે. તેમજ આરોગ્ય  વિભાગ દ્વારા તેની તપાસ કરીને જરૂરી પગલાં લેવામાં પણ આવશે.

  • 07 May 2023 06:40 AM (IST)

    બેંગ્લોરમાં મોદીના 26 કિલોમીટર લાંબા રોડ શોમાં ઉમટી જંગી જનમેદની, PMએ ટ્વીટ કરીને જણાવ્યું કેમ ખાસ હતો આજનો દિવસ

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે બેંગલુરુમાં 26 કિલોમીટર લાંબો રોડ શો કર્યો હતો. આ રોડ શો બોમ્મનહલ્લી વિધાનસભા મતવિસ્તારના કોનાનકુંટેથી સવારે 10 વાગ્યે શરૂ થયો હતો. રોડ શો બપોરે 1.30 કલાકે મલ્લેશ્વરમના કડુ મલ્લેશ્વરમ મંદિર ખાતે સમાપ્ત થયો હતો. આ દરમિયાન તે લગભગ 13 વિધાનસભા મતવિસ્તારોમાંથી પસાર થયા હતા. PMના રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ જ કારણ હતું કે બપોરે 12.30 વાગ્યાના નિર્ધારિત સમયના એક કલાક બાદ રોડ શો સમાપ્ત થયો હતો. પીએમ મોદીએ આ રોડ શોમાં મળેલા સમર્થનને ખાસ ગણાવ્યું હતું.

  • 07 May 2023 06:39 AM (IST)

    આજે ઉમેદવારો સાથે તંત્રની પણ પરીક્ષા, 8 લાખ 64 હજાર પરીક્ષાર્થીઓ તલાટીની પરીક્ષા આપશે

    ગુજરાતમાં રવિવારે 7 મેના રોજ રાજ્યભરમાં તલાટી કમ મંત્રીની પરીક્ષા લેવાશે. તંત્ર માટે કસોટી સમાન આ પરીક્ષામાં સંભવિત અત્યાર સુધીના સૌથી વધુ પરીક્ષાર્થીઓ  ઉપસ્થિત રહે એવી શક્યતાઓ છે. કારણ કે 17 લાખથી વધુ ફોર્મ ભરનાર ઉમેદવારો પૈકી 8.64 લાખે પરીક્ષા આપવા સંમતિ દર્શાવી છે. પરીક્ષા માં 64000 કરતાં વધુનો સ્ટાફ ખડે પગે રહેશે આ સિવાય કેન્દ્રમાં પ્રવેશ સાથે પરીક્ષાર્થીઓનો કોલ લેટર સાથેની વિડીયોગ્રાફી પણ કરાશે.

  • 07 May 2023 06:39 AM (IST)

    આજે અમદાવાદ સહિતના કેટલાક વિસ્તારોમાં ગરમીનો પારો બે ડિગ્રી વધશે, ડાંગ જિલ્લામાં વરસાદની સંભાવના

    હવામાન વિભાગની આગાહી અનુસાર છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ભર ઉનાળે વરસાદ વરસી રહ્યો છે. જેમાં કચ્છ, અમરેલી, વલસાડ, બનાસકાંઠા સહિત અનેક વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. પરંતુ આજથી ગરમીનો પારો એક થી બે ડિગ્રી વધશે.

Published On - May 07,2023 6:38 AM

Follow Us:
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
g clip-path="url(#clip0_868_265)">