અમદાવાદમાં બોપલના TRP મોલમાં લાગી ભીષણ આગ, જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ચોથા માળ સુધી પ્રસરી- વીડિયો
અમદાવાદમાં બોપલના TRP મોલના 5મા માળે આવેલા ગેમઝોન સ્કાય ટ્રમ્પોલાઈનમાં આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં ચોથા માળ સુધી પ્રસરી હતી. આગ બુજાવવા માટે ફાયર બ્રિગેડની 10થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે.
અમદાવાદમાં બોપલમાં આવેલા TRP મોલમાં ભીષણ આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. સૌપ્રથમ મોલના 5મા માળે ગેમઝોન સ્કાય ટ્રમ્પોલાઈનમાં આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતુ. આગ એટલી ભીષણ હતી કે છેક બિલ્ડિંગના ચોથા માળ સુધી આ આગ પ્રસરી ગઈ હતી. જો કે આ આગ ક્યા કારણોસર લાગી તેનુ કોઈ ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયુ નથી. ઘટનાની જાણ થતા જ 10 થી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ બુજાવવાની કામગીરીમાં લાગી હતી.
પેન્ટાલુનના શોરૂમમાં લાગેલી આગ ચોથા માળ સુધી પ્રસરી
સૌપ્રથમ કપડાના શોરૂમમાં આગ લાગી હોવાથી આગ વધુ ઝડપથી ફેલાઈ હતી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાનુ અનુમાન છે. જો કે મોલમાં ફાયર સેફ્ટીના સાધનો હતા કે કેમ અને હતા તો વર્કિંગ કન્ડીશનમાં હતા કે નહીં તેને લઈને પણ સવાલ થઈ રહ્યા છે. જે પ્રકારે આગના દૃશ્યો સામે આવ્યા છે તેને જોતા આગને પર કાબુ કરવામાં હજુ બે ત્રણ કલાકનો સમય લાગી શકે છે. સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કપડાનો મોલ હોવાથી મોટી માત્રામાં ખાનાખરાબી સર્જાઈ છે. જો કે સદ્દનસીબે મળતી પ્રાથમિક વિગતો અનુસાર કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

