ભાવનગરના મેથળા ગામના ખેડૂતોની મહેનત ગઇ પાણીમાં, 13 ગામના ખેડૂતોએ જાત મહેનતે બનાવેલા બંધારામાં ગાબડું પડયું

આજે વહેલી સવારે ક્ષતિગ્રસ્ત પાળાનો કેટલોક ભાગ તૂટી પાણીના પ્રવાહમાં વહી જતાં બંધારામાંથી પાણીનો પ્રવાહ શરૂ થયો હતો. અને જોતજોતામાં હજારો લીટર પાણી વહેવા લાગતાં લોકોના ટોળેટોળાં સ્થળ પર એકઠા થયા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 07, 2021 | 6:34 PM

ભાવનગર જિલ્લાના મેથળા ગામે અનેક ગામના લોકોએ શ્રમદાન થકી તૈયાર કરેલા બંધારાનો પાળો તૂટી ગયો હતો. જેથી હજારો લીટર પાણી દરિયામાં વેડફાઈ ગયું છે. ખેડૂતોની રજૂઆત બાદ પણ બંધારાના પાળાનું સમારકામ ના થયું. અને પાળો તૂટતા હજારો લીટર પાણીનો વેડફાટ થતા ખેડૂતોમાં નિરાશા છવાઈ છે.

સરકારી તંત્ર ની એક “રાતીપાઈ” વિના માત્ર લોક ભાગીદારી તથા સેંકડો ખેડૂતો શ્રમજીવીઓ દ્વારા રાત-દિવસ જોયાં વિના અથાગ પરિશ્રમ-શ્રમદાન દ્વારા તૈયાર કરવામાં આવેલ વરસાદી પાણીનાં સંગ્રહ માટે બનાવવામાં આવેલ મેથળા બંધારાનુ અસ્તિત્વ જોખમાયુ છે. તાજેતરમાં પડેલ ભારે વરસાદને પગલે આ બંધારો છલકાઈ ગયો હતો. પરંતુ સમુદ્ર તરફ આવેલ પાળાનું ભારે વરસાદ ને પગલે ધોવાણ થયું હતું અને આ પાળાના તત્કાળ સમારકામ માટે ખેડૂતોએ માંગ પણ કરી હતી.

આજે વહેલી સવારે ક્ષતિગ્રસ્ત પાળાનો કેટલોક ભાગ તૂટી પાણીના પ્રવાહમાં વહી જતાં બંધારામાંથી પાણીનો પ્રવાહ શરૂ થયો હતો. અને જોતજોતામાં હજારો લીટર પાણી વહેવા લાગતાં લોકોના ટોળેટોળાં સ્થળ પર એકઠા થયા હતા. પરંતુ પાણીનો ભારે પ્રવાહ વહી રહ્યો હોય જેને અટકાવવા માટે પ્રારંભિક તબક્કે આદરેલ મહેનત એળે ગઈ હતી.આથી ખેડૂતોની એક ટીમ સ્થળ પર પહોંચી. અને પાળાનુ તાકિદે સમારકામ હાથ ધરવા તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો : JAMNAGAR : છેલ્લા 15 વર્ષથી સેવા માટે કાર્યરત મોક્ષ ફાઉન્ડેશન, 2010 બિનવારસી વ્યક્તિના કર્યા અંતિમ સંસ્કાર

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">