Rajkot Video : માવઠાના સંકટ વચ્ચે માર્કેટ યાર્ડે ખેડૂતોને પાક ખુલ્લામાં ન ઉતારવા આપી સૂચના

Rajkot Video : માવઠાના સંકટ વચ્ચે માર્કેટ યાર્ડે ખેડૂતોને પાક ખુલ્લામાં ન ઉતારવા આપી સૂચના

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 01, 2024 | 4:50 PM

હવામાન વિભાગે રાજ્યમાં બે દિવસની વરસાદની આગાહી કરી છે. ત્યારે રાજકોટ માર્કેટ યાર્ડ ચાંપતા પગલા લઈ રહ્યું છે. માર્કેટ યાર્ડના સત્તાધીશોએ વેપારીઓ અને ખેડૂતોને ખુલ્લી જગ્યાએ જણસી ન ઉતારવા સૂચના આપી છે.

હવામાન વિભાગે રાજ્યમાં બે દિવસની વરસાદની આગાહી કરી છે. ત્યારે રાજકોટ માર્કેટ યાર્ડ ચાંપતા પગલા લઈ રહ્યું છે. માર્કેટ યાર્ડના સત્તાધીશોએ વેપારીઓ અને ખેડૂતોને ખુલ્લી જગ્યાએ જણસી ન ઉતારવા સૂચના આપી છે.

ખેડૂતોને સૂચના અપાઇ છે કે તેઓ પોતાનો પાક પ્લેટફોર્મ પર ઉતારે જેથી વરસાદમાં પાક પલળવાનું જોખમ ન રહે. આ સાથે વરસાદની આગાહીના કારણે સવારે 5થી 8 સુધી જ હરાજી કરવામાં આવે છે. આ સાથે માર્કેટ યાર્ડમાં પાકનો ભરાવો ન થાય તે માટે મરચાના પાક માટે ટોકન સિસ્ટમ શરૂ કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે સૌરાષ્ટ્ર તેમજ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે ભાવનગર, રાજકોટ, ડાંગ, વલસાડ સહિતના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">