સુરેન્દ્રનગર વીડિયો : વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન ! લીંબુનો પાક ખરી પડ્યો

|

May 15, 2024 | 1:37 PM

સુરેન્દ્રનગરમાં મીની વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યુ છે. ભારે પવન સાથે વરસાદ થતા પાક ખરી પડ્યો હોવાનો ખેડૂતોનો દાવો કરવામાં આવ્યો છે.

સુરેન્દ્રનગરમાં મીની વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યુ છે. ભારે પવન સાથે વરસાદ થતા પાક ખરી પડ્યો હોવાનો ખેડૂતોનો દાવો કરવામાં આવ્યો છે. લીંબુ, સરગવો, દાડમ સહિત બાગાયતી પાકને નુકસાન પહોંચ્યુ છે. વઢવાણ, મૂળી, ધ્રાંગધ્રા સહિતના વિસ્તારોમાં જગતના તાતને નુકસાન થયુ છે. નુકસાનીનો સર્વે ટુંક સમયમાં હાથ ધરવામાં આવશે.

બીજી તરફ કમોસમી વરસાદના પગલે ગુજરાતમાં કુલ 7 લોકોના મોત થયા છે. 7 પૈકી 4 લોકોના વીજળી પડવાથી મોત થયા છે. આ સિવાય ખેડૂતોને પણ પાકમાં ભારે નુકસાન થવાની શક્યતા છે.ગુજરાતમાં વાવાઝોડા સાથે ત્રાટકેલા વરસાદથી કુલ 107 પશુઓના મોત થયા છે. તો 11 ટાઉનમાં વીજળી ડૂલ થઇ ગઇ હતી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video