રાજકોટ મનપા દ્વારા શ્રાવણ માસમાં લેવાયેલા ખાદ્ય નમૂના ફેઇલ, છ મહિના પછી આવ્યો રિપોર્ટ,જુઓ વીડિયો
રાજકોટમાં મનપા દ્વારા શ્રાવણ માસમાં લેવાયેલા ખાદ્ય પદાર્થના નમૂના લેવામાં આવ્યા હતા. જેનો રિપોર્ટ આટલા મહિનાઓ પછી આવ્યો છે. જે નમૂના ફેઈલ થયા હોવાનો રિપોર્ટ આવ્યો છે.
રાજકોટમાં મનપા દ્વારા શ્રાવણ માસમાં લેવાયેલા ખાદ્ય પદાર્થના નમૂના લેવામાં આવ્યા હતા. જેનો રિપોર્ટ આટલા મહિનાઓ પછી આવ્યો છે. જે નમૂના ફેઈલ થયા હોવાનો રિપોર્ટ આવ્યો છે. જેમાં વિધુર ઘી, ગો ફ્રેશ આઈસ્ક્રીમ, રાધે શ્યામ ડેરીના દૂધમાં ભેળસેળ હોવાનું સામે આવ્યુ છે.
આ ઉપરાંત જય જલિયાણના શ્રીખંડમાં પણ ભેળસેળનો પર્દાફાશ થયો છે. સમર્પણ યુવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વેચાતી ફરાળી વાનગીમાં મકાઇના લોટનો ઉપયોગ થયો હોવાનું સામે આવ્યુ છે. મનપા આરોગ્ય વિભાગે લેભાગુ તત્વોને દંડ પણ ફટકાર્યો છે. મનપાના આરોગ્ય વિભાગે છ વેપારીઓને 1.90 લાખનો દંડ ફટકાર્યો છે. પરંતુ અહીં સવાલ એ થાય છે કે શ્રાવણ મહિનાના આટલા મહિના પછી આ રિપોર્ટ આવવો કેટલો યોગ્ય છે.
Latest Videos
