AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદ ગોદરેજ ગાર્ડન સીટીમાં ફેમેલી વોકેથોનનું આયોજન, હ્રદય રોગના હુમલા અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ

અમદાવાદ ગોદરેજ ગાર્ડન સીટીમાં ફેમેલી વોકેથોનનું આયોજન, હ્રદય રોગના હુમલા અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 17, 2023 | 7:59 PM
Share

હ્રદય રોગના હુમલા અંગે જાગૃત કરવા અમદાવાદમાં ફેમેલી વોકેથોન યોજાઇ. જીજીસી યુથક્લબ દ્વારા ફેમેલી વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું. ગોદરેજ ગાર્ડન સીટીમાં ભવ્ય આયોજન કરાયું હતું જોકે અનેક લોકોએ અહીં CPRની તાલિમ પણ લીધી હતી. ભાજય યુવા મોરચા અધ્યક્ષ પ્રશાંત કોરાટ, ધારાસભ્ય હર્ષદ પટેલ અને ડો. ઋુતવિજ પટેલની ખાસ ઉપસ્થિતિ રહ્યા હતા. આ સાથે ભાઇ-ભાઇ ફેમ અરવિંદ વેગડાએ ગીતોની રમઝટ જમાવી હતી. 

આજકાલ યુવાનોમાં વધી રહેલા હ્રદય રોગના હુમલા અંગે લોકોને જાગૃત કરવા અમદાવાદમાં જીજીસી યુથ ક્લબ દ્વારા ફેમેલી વોકેથોનનું આયોજન થયું હતું. શહેરના ગોદરેજ ગાર્ડન સીટીમાં યોજાયેલી આ ફેમેલી વોકેથોનમાં નાના-મોટા સૌ કોઇએ જોડાઇ સ્વાસ્થ્ય અંગે લોકોને જાગૃત કર્યા હતા.

આ કાર્યક્રમમાં અમદાવાદના જાણીતા કાર્ડિયો સર્જન લોકોને CPRની તાલિમ આપી હાર્ટ એટેક વખતે કેવી રીતે લોકોનું જીવન બચાવવું તે અંગે તાલિમ આપી હતી. વોકેથોનના કાર્યક્રમની શરુઆત વહેલી સવારે જુમ્બા ડાન્સથી થઇ હતી. ત્યારબાદ અગ્રગણ્ય મહેમાનોની હાજરીમાં વોકેથોનને લીલીઝંડી અપાઇ હતી.

family walkathon Godrej Garden City Ahmedabad awareness heart disease

આ પણ વાંચો :  સ્વામિનારાયણ મંદિર મણિનગર ખાતે શ્રીમુખવાણી “વચનામૃત 204 મી પ્રાગટ્ય જયંતી” ની પરમ ઉલ્લાસભેર કરાઈ ઉજવણી

આ ફેમેલી વોકથોનમાં મોટી સંખ્યામાં લોકોએ જોડાઇ ગોદરેજ ગાર્ડન સીટીના વિવિધ કલસ્ટરોમાં ફરી લોકોને સ્વાસ્થ્ય અંગે જાગૃત કર્યા હતા. આ કાર્યક્રમમાં ભાજપ યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ પ્રશાંત કોરાટ હજાર રહ્યા હતા. સાબરતમી વિધાનસભાના ધારાસભ્ય હર્ષદ પટેલ અને ભાજપ નેતા ડો. ઋુતવિજ પટેલ અમદાવાદના ડેપ્યુટી મેયર જતિન પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યાં હતા. તો ભાઇ-ભાઇ ફેમ અરવિંદ વેગડાએ ગીતોની રમઝટ સાથે લોકોના દીલ જીતી લીધા હતા.

  અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">