સુરતમાં ચેમ્બર ઓફ કોમર્સના કાર્યક્રમમાં વિદેશમંત્રીએ વેપારીઓ સાથે કરી ચર્ચા, હિરામાં ચાલતી મંદી અંગે આપ્યો આ જવાબ
સુરતમાં ચેમ્બર ઓફ કોમર્સના કાર્યક્રમમાં વિદેશમંત્રી એસ જયશંકરે ઉદ્યોગકારો સાથે ચર્ચા કરી હતી. આ દરમિયાન મંદીમાં સપડાયેલા સુરતના હિરા ઉદ્યોગ અંગે પણ ચર્ચા થઈ હતી. વિદેશમંત્રીએ વેપારીઓને કહ્યુ કે કોરોના બાદ દેશમાં નવા માર્કેટનો પણ અવકાશ ખૂલ્યો છે. તે દિશામાં પણ વેપારીઓ વિચારે
સુરતમાં કેન્દ્રીય વિદેશમંત્રી એસ.જયશંકરે ઉદ્યોગકારો સાથે કર્યો પરિસંવાદ. સુરત કોમર્સ ઓફ ચેમ્બર દ્વારા આયોજિત કાર્યક્રમમાં વિદેશમંત્રીએ ઉદ્યોગકારો સાથે ચર્ચા કરી. હીરા ઉદ્યોગ હાલ મંદીમાંથી પસાર થઈ રહ્યો છે. યુક્રેન-રશિયા યુદ્ધના કારણે જી-7 દેશોએ રશિયન ડાયમંડ પર પ્રતિબંધ મુક્યો છે. જેના કારણે સુરતના હીરા ઉદ્યોગ પર અસર થઈ છે. સુરતના હીરા વેપારીઓએ આ અંગે વિદેશમંત્રીને રજૂઆત કરી.
વિદેશમંત્રીએ વેપારીઓને ખાતરી આપી ભારત સરકાર તેમની સમસ્યાના નિરાકરણ માટે પ્રયાસ કરશે. સાથે વિદેશમંત્રીએ વેપારીઓને સૂચન કર્યું કે કોરોના બાદ અનેક દેશમાં નવા માર્કેટનો અવકાશ રહેલો છે. વેપારીઓ નવા માર્કેટ અંગે પણ વિચારે અને તે દિશામાં પોતાના ઉદ્યોગને આગળ વધારે. ઉપરાંત વિદેશ પ્રધાને કહ્યું જ્યાં સપ્લાય લાઈન ઓછી હોય ત્યાં માર્કેટ ખરાબ થાય છે. અત્યારે માર્કેટને કઈ રીતે ડાયવર્ટ કરવું તેના પર વિચારવું જોઈએ.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો