સાબરકાંઠાના પીપલોદી નજીકથી અંદાજે 30 લાખનું એમડી ડ્રગ્સ ઝડપાયું, એક યુવાનની અટકાયત

સાબરકાંઠાના પીપલોદી નજીકથી અંદાજે 30 લાખનું એમડી ડ્રગ્સ ઝડપાયું, એક યુવાનની અટકાયત

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 10, 2021 | 9:24 AM

ગુજરાતના અલગ અલગ જિલ્લામાંથી ડ્રગ્સ મળવાનો સીલસિલો યથાવત રહ્યો છે. જેમાં સાબરકાંઠામાં હિંમતનગરના પીપલોદી નજીકથી યુવાન પાસેથી મળ્યું MD ડ્રગ્સ મળી આવ્યું છે. જેમાં નેશનલ હાઇવે 8 પરથી MD ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. SOGને મળેલી બાતમીના આધારે બાઇક પર આવેલા યુવાન પાસેથી ડ્રગ્સ મળી આવ્યું છે. પોલીસે તપાસ દરમ્યાન મેફેડ્રોનનો 300 ગ્રામ જેટલો જથ્થો યુવાન […]

ગુજરાતના અલગ અલગ જિલ્લામાંથી ડ્રગ્સ મળવાનો સીલસિલો યથાવત રહ્યો છે. જેમાં સાબરકાંઠામાં હિંમતનગરના પીપલોદી નજીકથી યુવાન પાસેથી મળ્યું MD ડ્રગ્સ મળી આવ્યું છે. જેમાં નેશનલ હાઇવે 8 પરથી MD ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. SOGને મળેલી બાતમીના આધારે બાઇક પર આવેલા યુવાન પાસેથી ડ્રગ્સ મળી આવ્યું છે.

પોલીસે તપાસ દરમ્યાન મેફેડ્રોનનો 300 ગ્રામ જેટલો જથ્થો યુવાન પાસેથી ઝડપ્યો હતો. જેમાં કેસની વિગત મુજબ વડાલીનો યુવાન ડ્રગ્સનો જથ્થો લઈ પ્રાંતિજ તરફ બાઇક લઈને જતો હતો. તેમજ યુવાન પાસેથી અંદાજીત 30 લાખની કિંમતનો ડ્રગ્સ જથ્થો હોવાનો પ્રાથમિક અંદાજ છે.

જો કે આ ઘટનાની જાણ થતા જ એસઓજી પીઆઇ સહિત સ્ટાફ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. તેમજ એફએસએલની ટીમને પણ તપાસ માટે ઘટના સ્થળે બોલાવવામાં આવી હતી.

આ પણ વાંચો : ગાંધીનગરના પેથાપુરમાં બાળક તરછોડવાના મુદ્દે મોટો ખુલાસો, સચિનની પત્નીને કર્યો ઘટસ્ફોટ

આ પણ વાંચો : માસુમ શિવાંશને તરછોડી નિર્દયી પિતા રાજસ્થાન ભાગી ગયો, પત્ની સિવાયની સ્ત્રીનું બાળક હોવાનું સામે આવ્યું

g clip-path="url(#clip0_868_265)">