માસુમ શિવાંશને તરછોડી નિર્દયી પિતા રાજસ્થાન ભાગી ગયો, પત્ની સિવાયની સ્ત્રીનું બાળક હોવાનું સામે આવ્યું
સચિનના પ્રથમ પત્ની અને બીજી પત્ની અંગે હજી સુધી કોઈ માહિતી મળી નથી, સચિનની પૂછપરછ બાદ આ તમામ માહિતી મળશે.
GANDHINAGAR : રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પેથાપુરમાં સ્વામિનારાયણ ગૌશાળા પાસેથી મળી આવેલા બાળકના પિતાને શોધી કાઢવામાં પોલીસને મોટી સફળતા મળી છે. આ સમગ્ર ઘટના અંગે ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદ યોજીને સમગ્ર માહિતી આપી હતી.
આ બાળકના માતા-પિતાને શોધવા ગાંધીનગર જિલ્લા પોલસીની 14 થી વધારે પોલીસ ટીમ કામે લાગી હતી. અલગ અલગ એંગલથી તપાસ કરવામાં આવી. સીસીટીવી તેમેજ ટેકનીકલ સહાય લેવામાં આવી. આ માસુમ બાળકના માતા-પિતાને શોધવા માટે ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાનો આભાર માન્યો.
ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ ગાંધીનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર-2 નાં ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર દિપ્તીબેન પટેલનો વિશેષ આભાર માન્યો અને કહ્યું કે દિપ્તીબેને શિવાંશને યોશોદા બનીને સગી માતા કરતા વધારે પ્રેમ આપ્યો છે.
આ બાળકના પિતા સેન્ટ્રો ગાડીમાં મૂકી ગયા હતા. ગાડીના નંબર પરથી માહિતી મેળવી ગાડીના માલિક સુધી પહોચવમ પોલીસને સફળતા મળી. આ કારના માલિકનું નામ સચિન દીક્ષિત છે જે વહેલી સવારથી ગાંધીનગર છોડીને જતા રહ્યાં. તે વડોદરાની એક કંપનીમાં કામ કરે છે.
આ બાળકનું નામ શિવાંશ છે અને તેના પિતા સચિન દીક્ષિત મૂળ ઉત્તરપ્રદેશના વતની છે અને વડોદરાની ઓઝોન કંપનીમાં કામ કરે છે. આ બાળક સચિનના પત્નીનું નથી. સચિનને ગાંધીનગર પરત લાવવામાં આવશે ત્યારે તેની પૂછપરછ દ્વારા વધુ માહિતી મળશે. સચિનને રાજસ્થાનના કોટાથી ગાંધીનગર લાવવામાં આવી રહ્યો છે.
ગૃહરાજ્યપ્રધાને કહ્યું આવા સરસ બાળકને મૂકી જતા માતાપિતાને જરા પણ વિચાર નહી આવ્યો હોય?તેમણે કહ્યું ૧૯૦ પરિવારોએ દત્તક લેવા ફોન કર્યો હતો. બાળકને એના માતાપિતા ભલે છોડી ગયા, પણ આખું ગુજરાત તેની દેખભાળ કરવા તૈયાર હતું.
સચિનના પ્રથમ પત્ની અને બીજી પત્ની અંગે હજી સુધી કોઈ માહિતી મળી નથી, સચિનની પૂછપરછ બાદ આ તમામ માહિતી મળશે.
આ પણ વાંચો : જસ્ટિસ અરવિંદ કુમારની ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમણૂંક, જાણો કોણ છે અરવિંદ કુમાર
આ પણ વાંચો : ભારતીય તટરક્ષક દળે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવાનો સંદેશો ફેલાવવા માટે લોકજાગૃતિ કૂચનું આયોજન કર્યું