મતદારોને રીઝવવા ચવાણાનો સહારો ? કોંગ્રેસના ઉમેદવારોની પત્રિકા સાથે વિતરણનો વીડિયો વાયરલ

મતદારોને રીઝવવા ચવાણાનો સહારો ? કોંગ્રેસના ઉમેદવારોની પત્રિકા સાથે વિતરણનો વીડિયો વાયરલ

| Edited By: | Updated on: Apr 24, 2026 | 7:14 PM

આણંદ જિલ્લાના વાસદમાં ચૂંટણી પ્રચાર દરમિયાન મતદારોને રીઝવવાનો એક અનોખો અને વિવાદિત કિસ્સો સામે આવ્યો છે. અહીં કોંગ્રેસના ઉમેદવારોના પ્રચાર માટે પત્રિકાઓની સાથે ઘરે-ઘરે ચવાણું વહેંચવામાં આવતું હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

આણંદ જિલ્લાના વાસદમાં જાહેરમાં મતદારોને રીઝવવાનો પ્રયાસ કરવામાં આવતો હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં કોંગ્રેસના ઉમેદવારોની પત્રિકા સાથે મતદારોને ચવાણું વહેંચવામાં આવતું હોવાનું જોવા મળી રહ્યું છે. વાસદના કોંગ્રેસના ઉમેદવારોની તસવીરો ધરાવતા પેમ્પલેટની સાથે ચવાણાના પેકેટ ઘર-ઘર સુધી પહોંચાડવામાં આવ્યા છે. આ ઘટના સામે આવ્યા બાદ આચારસંહિતાના ભંગના ગંભીર આરોપો લાગી રહ્યા છે.

પેમ્પલેટ પર વાસદના કોંગ્રેસ જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર યશપાલસિંહ સોલંકી અને વાસદ-2 તાલુકા પંચાયત બેઠકના ઉમેદવાર ઈશા મિસ્ત્રીના નામ તેમજ ફોટા જોઈ શકાય છે. આ પેમ્પલેટની સાથે કોંગ્રેસના કાર્યકરો દ્વારા ખુલ્લેઆમ ચવાણું વહેંચાઈ રહ્યું હોવાનો આરોપ છે અને જે ઘરે ઘરે જઈ ચવાણું વેચી રહ્યા છે, તે સ્વીકારી પણ રહ્યા છે કે આ મતદારો માટે મોકલાયું છે.

Breaking News : દેવભૂમિ દ્વારકામાં કોંગ્રેસ નેતાની જીભ લપસી, સભામાં કમળનું બટન દબાવવા કરી અપીલ, જુઓ Video

 

Follow Us