AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gandhinagar: 13 દેશના શિક્ષણ પ્રધાનો અને વર્લ્ડ બેંકની ટીમ વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાતે, જુઓ Video

Gandhinagar: 13 દેશના શિક્ષણ પ્રધાનો અને વર્લ્ડ બેંકની ટીમ વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાતે, જુઓ Video

Kinjal Mishra
| Edited By: | Updated on: Feb 19, 2024 | 1:41 PM
Share

વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં શાળા શિક્ષણના તમામ ઈનીશીયેટિવ્સના દર વર્ષે લગભગ 500 કરોડથી પણ વધારે ડેટા સેટનું એકત્રીકરણ થાય છે. ત્યારબાદ વિદ્યાર્થીઓના ધોરણ-અનુરૂપ અભ્યાસનું પરિણામ વધારે સારું બને તે માટે બિગ ડેટા એનાલિટિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ જેવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ ખૂબ મોટા ડેટાનું અર્થપૂર્ણ એનાલિસિસ કરવામાં આવે છે

13 દેશના શિક્ષણ પ્રધાનો અને વર્લ્ડ બેંકની ટીમ વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાતે આવ્યા છે. ઈન્ડિયા સમિટ ઓન એજ્યુકેશન નોલેજ એક્સચેન્જ કાર્યક્રમ અંતર્ગત તેઓ આ મુલાકાતે છે. આ તમામ લોકોએ ગુજરાતના શિક્ષણ મોડલની નોંધ લીધી છે.

શાળા શિક્ષણના તમામ 500 કરોડ ડેટાસેટનું એકત્રીકરણ

વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં શાળા શિક્ષણના તમામ 500 કરોડ ડેટાસેટનું એકત્રીકરણ છે. વિદ્યાર્થીઓના ધોરણ-અનુરૂપ અભ્યાસનું પરિણામ સુધારવા પ્રયાસ કરવામાં આવે છે. રાજ્યના વિદ્યાર્થીઓના લર્નિંગ આઉટકમ આધારિત રિપોર્ટ તૈયાર થાય છે લર્નિંગ આઉટકમથી સ્ટુડન્ટ રિપોર્ટ કાર્ડ આપનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે.

ગુજરાતના શિક્ષણ મોડલની લીધી નોંધ

લુઇસ બેન્વેનીસ્ટ, ગ્લોબલ ડીરેક્ટર, એજ્યુકેશન, વર્લ્ડ બેંકની અધ્યક્ષતા હેઠળ વર્લ્ડબેંકની ટીમ સાથે માલી, ગુઇનિઆ, મોરીતાનિયા, બ્રુકીના ફાસો, ટોગો, સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક, બેનિન, લિબેરિયા, સીર્રા લીઓને, નાઈજેરીયા, કેમરૂન, મોંગોલિયા, ઘાના દેશોના શિક્ષણમંત્રીઓ અને ડેલીગેશન સાથે આશરે 65 જેટલા લોકો વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાતે આવ્યા છે. તેમને વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે કરવામાં આવતી તમામ માહિતીથી અવગત કરવામાં આવશે.

આ ઉપરાંત ગયા વર્ષ ઓગસ્ટ મહિના દરમ્યાન, જેનેટ યેલન, સેક્રેટરી ટ્રેઝરી, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા અને અજય બાંગા, પ્રમુખ, વર્લ્ડ બેંક દ્વારા વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લેવામાં આવી હતી.

વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં શાળા શિક્ષણના તમામ ઈનીશીયેટિવ્સના દર વર્ષે લગભગ 500 કરોડથી પણ વધારે ડેટા સેટનું એકત્રીકરણ થાય છે. ત્યારબાદ વિદ્યાર્થીઓના ધોરણ-અનુરૂપ અભ્યાસનું પરિણામ વધારે સારું બને તે માટે બિગ ડેટા એનાલિટિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ જેવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ ખૂબ મોટા ડેટાનું અર્થપૂર્ણ એનાલિસિસ કરવામાં આવે છે તથા School Education Dashboard દ્વારા રાજ્ય >જિલ્લો > બ્લોક > ક્લસ્ટર > શાળા> ધોરણ > વિષય > વિદ્યાર્થી એમ સર્વસ્તરીય રીયલટાઇમ ઓનલાઇન મોનિંટરીગ કરવામાં આવે છે.

વિદ્યાર્થીઓના લર્નિંગ આઉટકમ આધારિત રિપોર્ટ થાય છે તૈયાર

વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે રાજ્યના તમામ 1.15 કરોડ વિદ્યાર્થીઓની તેમજ તમામ 4 લાખ જેટલા શિક્ષકોની દૈનિક ઑનલાઇન હાજરી નોંધવામાં આવે છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા એકમ કસોટી, સત્રાંત અને વાર્ષિક પરીક્ષા લેવામાં આવે છે. આ પરીક્ષાઓના પરિણામ સ્વરૂપ દરેક વિષય અને દરેક વિદ્યાર્થી દીઠ Learning-Outcomes આધારીત Student Report Card આપનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે અને અત્યાર સુધીમાં લગભગ 17 કરોડ જેટલા Student Report Card આપવામાં આવ્યા છે.

વિદ્યા સમીક્ષા કેન્દ્ર શાળાકીય શિક્ષણના તમામ નીતિવિષયક નિર્ણયો લેવામાં એટલે કે ડેટા આધારિત ડીસીઝન-મેકીંગ કરવામાં ખૂબ મદદ કરી રહ્યું છે. આ વિદ્યા સમિક્ષા કેન્દ્રના માધ્યમથી ડેટા આધારિત જરૂરી ઈનપુટ મળે તેમજ તેના આધારે રાજ્યના વિદ્યાર્થીઓના લર્નિંગ આઉટકમમાં જરૂરી સુધારો થાય અને શિક્ષણ સફળતાનો ગ્રાફ ઉંચો આવે તે માટે વિદ્યા સમિક્ષા કેન્દ્ર ખાતેથી કામગીરી કરવામાં આવે છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Feb 19, 2024 12:58 PM
g clip-path="url(#clip0_868_265)">