Surat : 100 કરોડથી વધુના સાયબર કૌભાંડ કેસમાં આરોપીની કરોડની સંપત્તિ જપ્ત, ED અને સુપ્રીમ કોર્ટનાં કરતા હતા ઠગાઈ
સુરતના 100 કરોડથી વધુના હવાલા કૌભાંડ અને સાયબર ઠગાઈના કેસમાં દિવસે દિવસે નવા ખુલાસા થઈ રહ્યાં છે. ત્યારે EDએ સુરતના મકબૂલ રહેમાન સામે કાર્યવાહી કરી છે. મકબૂલ અને તેના પરિવારજનોની સંપત્તિ જપ્ત કરાઈ છે.
સુરતના 100 કરોડથી વધુના હવાલા કૌભાંડ અને સાયબર ઠગાઈના કેસમાં દિવસે દિવસે નવા ખુલાસા થઈ રહ્યાં છે. ત્યારે EDએ સુરતના મકબૂલ રહેમાન સામે કાર્યવાહી કરી છે. મકબૂલ અને તેના પરિવારજનોની સંપત્તિ જપ્ત કરાઈ છે. આરોપીઓ ED અને સુપ્રિમ કોર્ટના નામે નોટિસ મોકલતા હતા. સાયબર ફ્રોડ, ડિજીટલ એરેસ્ટ, ફોરેકસ ટ્રેડીંગની પણ નોટિસ મોકલતા હતા. તેમજ સાયબર ફ્રોડના નાણાં USDTમાં કન્વર્ટ કરી વિદેશમાં મોકલતા હતા.
ED અને સુપ્રીમ કોર્ટનાં કરતા હતા ઠગાઈ
ઉલ્લેખનીય છે કે આ કેસમાં અગાઉ ચાર આરોપીઓ મકબુલ અબ્દુલ રહેમાન ડોક્ટર, કાશિફ મકબુલ ડોક્ટર, મહેશ દેસાઈ અને ઓમ રાજેન્દ્ર પંડ્યાની ધરપકડ થઇ ચુકી છે. આરોપી પોતાનામાં કર્મચારીઓ અને સાથીઓના નામ પર નકલી બેંક એકાઉન્ટ ખોલી ઠગાઇનાં નાણાં જમા કરાવતા. આ ખાતા એકાઉન્ટ ઓપરેટ કરવા તેમજ વાસ્તવિક ઓળખ છુપાવવા માટે પ્રી-એક્ટિવેટેડ સિમ કાર્ડનો ઉપયોગ કરતા. ફ્રોડની રકમને ક્રિપ્ટોકરન્સીમાં રૂપાંતરિત કરી તેની હવાલા રૂટ દ્વારા હેરાફેરી કરતા હતા.
