દેવભૂમિ દ્વારકામાં પણ આરોગ્ય તંત્ર ઓમીક્રોનને લઇને સતર્ક, હોસ્પિટલ સજ્જ કરાઇ
દ્વારકા જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીએ ઓમીક્રોનની વોર્ડની તૈયારીના ભાગરૂપે ખંભાળિયા હોસ્પિટલની મુલાકાત લીધી હતી.
ગુજરાતમાં(Gujarat) કોરોનાના(Corona)સતત વધી રહેલા કેસો વચ્ચે દેવભૂમિ દ્વારકામાં (Dwarka) પણ વહીવટીતંત્ર સતર્ક થયું છે. જેમાં જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીએ ખંભાળિયા (Khambhaliya) હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેમજ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ પાસેથી ઓમિક્રોન વેરિયન્ટને પહોંચી વળવા માટેની તૈયારીઓની માહિતી મેળવી હતી.
જ્યારે હોસ્પિટલના તમામ વોર્ડમાં વેન્ટિલેટર ICU ઓક્સિજન બેડ દવાઓનો સ્ટોક સહિતની વિગતોની સમીક્ષા કરી હતી . જેમાં હાલ 90 બેડ ઓક્સિજન સાથે આઇસીયું અને અન્ય સુવિધાઓ મળી 300 બેડની હોસ્પિટલમાં વ્યવસ્થા ઉપલબ્ધ છે. જ્યારે મેડિકલ સ્ટાફ સજ્જ રાખવા અને દર્દીઓને સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટેની તૈયારીઓ કરવામાં આવી છે.
આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લાનું આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. જેમાં વિદેશથી પરત આવતાં લોકોના RTPCR ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. જ્યારે અત્યાર સુધી જિલ્લામાં પરત ફરેલ લોકોના કોરોના રીપોર્ટ નેગેટિવ આવ્યા છે. આ 30 લોકોને 14 દિવસ સુધી હોમ આઇસોલેટ કરાયા છે. જયારે ખંભાળિયા હોસ્પિટલમાં ઓમિક્રોન માટેનો વોર્ડ તૈયાર કરવામાં આવી રહ્યો છે. તેમજ જિલ્લામાં પુરતી વ્યવસ્થા હોવાનો અધિકારીઓ નો દાવો છે.
આ પણ વાંચો : વડોદરા યુવતી દુષ્કર્મ કેસમાં પોલીસે તપાસ તેજ કરી, ઓએસીસ સંસ્થાના કર્મચારીઓની પૂછપરછ શરૂ