વડોદરા યુવતી દુષ્કર્મ કેસમાં પોલીસે તપાસ તેજ કરી, ઓએસીસ સંસ્થાના કર્મચારીઓની પૂછપરછ શરૂ

વડોદરા યુવતી દુષ્કર્મ કેસમાં પોલીસે તપાસ તેજ કરી, ઓએસીસ સંસ્થાના કર્મચારીઓની પૂછપરછ શરૂ

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 09, 2021 | 5:24 PM

ક્રાઈમ બ્રાંચ મેન્ટર વૈષ્ણવી અને દિનકલની પૂછપરછ કરી રહી છે. જ્યારે ઓએસીસ સંસ્થાની મેન્ટર વૈષ્ણવી ટાપણીયા અને સહ અધ્યાયી દિનકલની 4 કલાકથી પૂછપરછ ચાલી રહી છે

ગુજરાતના(Gujarat)વડોદરામાં(Vadodara)નવસારીની(Navsari)યુવતી પર દુષ્કર્મ(Rape)અને આત્મહત્યા કેસમાં(Suiside) પોલીસે તપાસ તેજ કરી છે. જેમાં ઓએસીસ(Oasis)સંસ્થા સામે ગુનો નોંધ્યા બાદ એ દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. આ ઉપરાંત ઓએસીસ સંસ્થાના સામે આગળની તપાસ માટે પોલીસે કોર્ટ પાસે મંજૂરી માગી હતી. તેમજ કોર્ટની મંજૂરી મળતા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સંજીવ શાહ, પ્રીતિ નાયર અને વૈષ્ણવીને હાજર રહેવા સમન્સ પાઠવ્યું હતું.

હાલ ક્રાઈમ બ્રાંચ મેન્ટર વૈષ્ણવી અને દિનકલની પૂછપરછ કરી રહી છે. જ્યારે ઓએસીસ સંસ્થાની મેન્ટર વૈષ્ણવી ટાપણીયા અને સહ અધ્યાયી દિનકલની 4 કલાકથી પૂછપરછ ચાલી રહી છે.ક્રાઇમ બ્રાન્ચના તપાસ અધિકારી દ્વારા વૈષ્ણવી અને દિનકલની ઉલટ તપાસ કરાઈ રહી છે.

આ પણ વાંચો : CM ભૂપેન્દ્ર પટેલ 13થી 15 ડિસેમ્બરે ઉત્તરપ્રદેશના પ્રવાસે જશે “દિવ્ય કાશી, ભવ્ય કાશી” અંતર્ગત ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓને આમંત્રણ

આ પણ વાંચો :  બનાસકાંઠાના ડીસામાંથી ઝડપાયું કરવેરા ચોરીનું 5.98 કરોડનું કૌભાંડ, પોલીસ ફરિયાદ દાખલ

g clip-path="url(#clip0_868_265)">