Gram Panchayat Election : વલસાડ જિલ્લાની 24 ગ્રામ પંચાયત સમરસ, 302 ગ્રામ પંચાયત માટે ચૂંટણી યોજાશે, સરપંચ માટે 1299 ઉમેદવારોએ ફોર્મ ભર્યા
વલસાડ જિલ્લામાં પણ જિલ્લાની 302 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ રહી છે. જિલ્લાની 326 ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ યોજાનાર યોજના હતી. તેમાંથી 24 ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઇ છે. આથી હવે જિલ્લામાં 302 ગામ પંચાયત ચૂંટણી યોજાવા જઇ રહી છે.
Gram Panchayat Election : રાજ્યમાં ગામ પંચાયતોની ચૂંટણીને લઇ ગ્રામ્ય વિસ્તારમાં રાજકીય માહોલ ગરમાયો છે. ત્યારે વલસાડ જિલ્લામાં પણ જિલ્લાની 302 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ રહી છે. જિલ્લાની 326 ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ યોજાનાર યોજના હતી. તેમાંથી 24 ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઇ છે. આથી હવે જિલ્લામાં 302 ગામ પંચાયત ચૂંટણી યોજાવા જઇ રહી છે. જે ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાવા જઇ રહી છે એ ગામોમાં બે કે બેથી વધુ જૂથો વચ્ચે આમને સામને છે.
જેથી ગામડાઓમાં પણ ચૂંટણીને લઇ તણાવપૂર્ણ માહોલ છે. જોકે વલસાડ જિલ્લાનું એક એવું ગામ છે. જે સતત સાતમી વખત સમરસ જાહેર થયું છે. નવાઇની વાત એ છે કે જે રીતે આ વખતે ગુજરાત સરકારનું નવું મંત્રી મંડળ પણ સી.એમથી લઈ પી.એસ સુધી નો-રીપિટની થિયરી પર આધારીત છે. તેવી જ રીતે વલસાડ જિલ્લાનું સતત સાતમી વખત સમરસ જાહેર થયેલ ગામના લોકોએ સામૂહિક નો-રિપીટ થિયરી અપનાવી અને સરપંચથી લઇ સભ્યો સુધી તમામ નવા ચહેરાઓને બિન હરીફ સમરસ ચૂંટી અને નવી જ ટીમને ગામનું સુકાન સોંપવાનો નિર્ણય કર્યો છે.
ગામ લોકોએ સામૂહિક રીતે નિર્ણય કરી ગામના સરપંચ તરીકે સ્નેહલભાઈ પટેલ નામના એક યુવક પર પસંદગી ઉતારી છે. આથી સમરસ સરપંચ સ્નેહલ પટેલે પણ ગામના લોકોએ તેમના પર વિશ્વાસ રાખી અને સર્વાનુમતે સમરસ સરપંચ બનાવતા ગામ લોકોનો આભાર માન્યો હતો. અને આવનાર સમયમાં તેમની નવી બોડી ગ્રામ પંચાયતની નવી ટીમ ગામલોકોના તમામ સપનાઓ પુરા કરવા માટે પૂરેપૂરો પ્રયાસ કરશે તેવી ખાતરી આપી હતી.
મહત્વપૂર્ણ છે કે આ ખજુરડી ગામના જ રહેવાસી દેવાંશી પટેલ પણ વલસાડ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ છે. આથી તેઓએ પણ તેમનું ગામ સમરસ જાહેર થતા ખુશી વ્યક્ત કરી હતી અને સરકાર પણ સમરસ ગ્રામ પંચાયતને પ્રોત્સાહન આપી રહી હોવાથી વિકાસના કામોમાં સમરસ ગ્રામ પંચાયત ને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું હોવાનું જણાવ્યું હતું. આમ ખજૂરડી ગામ સમરસ જાહેર થતા ગામના લોકોએ સર્વાનુમતે કરેલા નિર્ણયને ગામના તમામ લોકો આવકારી રહ્યા છે. અને આવનાર સમયમાં નો-રીપીટ કરી અને નવી બનેલી ખજુરડી ગામ પંચાયતની નવી ટીમ બમણા જોરથી ગામનો વિકાસ કરશે તેવી અપેક્ષા સેવી રહ્યા છે.