દેવભૂમિ દ્વારકાનો પ્રસિદ્ધ ગોમતી ઘાટ પર એક સિરિયલના શુટીંગ દરમિયાન વિવાદ થયો. શુટીંગ નિર્માતાઓએ ગોમતી ઘાટ પાસે ડ્રોન ઉડાડતા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને પોલીસે ડ્રોન જપ્ત કરી તપાસ હાથ ધરી છે. સિરિયલના શુટીંગ અંગે મંજૂરી લેવાઈ છે કે કેમ તે અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે. હિંદી સિરિયલનું શુટીંગ ચાલતુ હોવાની ચર્ચા છે. શુટીંગ ઉતારનારા લોકોએ મંજૂરી લીધી હોવાનો દાવો કરાયો છે.
જો કે કોઈપણ વિસ્તારમાં ડ્રોન ઉડાડવા માટે અગાઉથી પોલીસની પરવાનગી લેવાની હોય છે ત્યારે ટીવી નિર્માતાએ ડ્રોન ઉડાડવા અંગે કોઈ પરવાનગી લીધી હોવાનું પોલીસના ધ્યાનમાં આવ્યુ નથી. આથી જ પોલીસ ઘટનાસ્થળે આવી ડ્રોન જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી વિગતો અનુસાર હિંદી ધારાવાહિક અનુપમા સિરિયલનું શુટીંગ ચાલતુ હતુ. જોકે સિરિયલના તમામ ક્રુ મેમ્બર દ્વારા એવો દાવો કરાઈ રહ્યો છે કે તમામ મંજૂરીઓ લેવામાં આવી છે. અનુપમા સિરિયલનું શુટીંગ ચાલતુ હોવાની વાત મળી છે પરંતુ મંજૂરીના ડોક્યુમેન્ટ બાબતે કોઈ સ્પષ્ટતા કરાઈ નથી. ખ્યાતનામ સિરિયલના શુટીંગમાં વિવાદ બાદ ઘટનાસ્થળે પણ લોકોના ટોળા આવી ચડ્યા હતા.
Input Credit- Manish Joshi- Dwarka
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 2:25 pm, Thu, 10 October 24