આજનું હવામાન : ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ડસ્ટ સ્ટ્રોમની આગાહી, અરબ સાગરમાંથી ભેજ આવતા બફારો રહેવાની સંભાવના, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર આજથી આગામી 5 દિવસ ગુજરાતમાં તાપમાન યથાવત રહેશે. હવામાન વિભાગની આગાહી અનુસાર અરબ સાગરમાંથી ભેજ આવતા બફારો રહેવાની શક્યતા છે. આગામી દિવસોમાં ગુજરાતમાં 25થી 30 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાય તેવી સંભાવના છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજથી આગામી 5 દિવસ ગુજરાતમાં તાપમાન યથાવત રહેશે. હવામાન વિભાગની આગાહી અનુસાર અરબ સાગરમાંથી ભેજ આવતા બફારો રહેવાની શક્યતા છે. આગામી દિવસોમાં ગુજરાતમાં 25થી 30 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાય તેવી સંભાવના છે. રાજ્યના કેટલાક ભાગોમાં ડસ્ટ સ્ટ્રોમની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ સહિતના રાજ્યમાં આજે અને આગામી 5 દિવસ વાદળધાયુ વાતાવરણ રહેશે. અમદાવાદ, ગાંધીનગરમાં તાપમાન 42 થી 43 ડિગ્રી રહેવાની શક્યતા છે.
રાજ્યમાં કેટલુ રહેશે તાપમાન
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે વડોદરામાં 37 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. આ તરફ રાજકોટમાં 39 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ ભૂજમાં 37 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. પાલનપુરમાં 39 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. આ ઉપરાંત ભાવનગરમાં 37 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.
