ભુજમાં CMના ભાષણ દરમિયાન ચીફ ઓફિસરને ઉંઘવુ ભારે પડ્યુ, કરાયા ફરજમોકુફ, જુઓ Video

|

Apr 30, 2023 | 1:41 PM

Kutch: ભુજ શહેરમાં ટાઉન હોલમાં આયોજિત સનદ વિતરણ કાર્યક્રમ દરમિયાન સીએમના ભાષણ સમયે ચીફ ઓફિસર જીગર પટેલ કેમેરામાં ઉંઘતા ઝડપાયા હતા. ક્લાસવન અધિકારી જીગર પટેલને ફરજ સમયે બેદરકારી બદલ ફરજ મોકુફ કરાયા છે.

કચ્છના ભુજમાં યોજાયેલા મુખ્યમંત્રીના કાર્યક્રમમમાં ભુજ પાલિકાના ચીફ ઓફિસરને ઉંઘવું ભારે પડયું છે. કલાસ 1 અધિકારીની આ ક્ષતિ બદલ તેમને રાજ્ય સ્તરેથી ફરજ મોકૂફ કરવામાં આવ્યાં છે. આ સરકારી બાબુને બે ઘડીની ઊંઘ તેની નોકરી માટે ખતરારૂપ સાબીત થઈ છે. શનિવારે ભૂજના ટાઉનહોલમાં સનદ વિતરણનો કાર્યક્રમ યોજાયો. જયાં મુખ્યમંત્રીના ભાષણ સમયે ચીફ ઓફિસર શ્રોતા ગણની બીજી હરોળમાં ખુરશી પર સુઈ ગયા હતા. ઊંઘી રહેલા ચીફ ઓફિસરનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થતા તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો: Kutch: ભૂકંપમાં ઘર વિહોણા થઈ ગયેલા પરિવારોને મુખ્યમંત્રીના હસ્તે સોંપાયા સનદ-પ્રોપર્ટી કાર્ડ

 

Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર

સીએમના કાર્યક્રમમાં ચીફ ઓફિસરનો કેમેરામાં ઉંઘતા ઝડપાયા

ભૂજ શહેરના ટાઉનહોલ ખાતે ભૂંકપ અસરગ્રસ્ત લોકોને મકાનના માલિકી હક્ક માટે સનદ વિતરણનો કાર્યક્રમ ગઈકાલે યોજાયો હતો. તેમાં મુખ્યમંત્રીના ભાષણ દરમિયાન ચીફ ઓફિસર શ્રોતા ગણની બીજી હરોળમાં ખુરશી પર સુઈ ગયા હતા. ઊંઘી રહેલા ચીફ ઓફિસરનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થયો હતો. જે અનુસંધાને આજે શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગના નાયબ સચિવ મનિષ શાહ દ્વારા તેમને ફરજ મોકુફ કરવામાં આવ્યાં છે.

ઈનપુટ ક્રેડિટ- જય દવે- કચ્છ

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

 

Published On - 1:40 pm, Sun, 30 April 23

Next Article