ચાંદીપુરા વાયરસે વધારી સરકારની ચિંતા, આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં આજે બેઠક, જુઓ-Video

|

Jul 18, 2024 | 12:07 PM

ચાંદીપુરા વાયરસના કેસે સરકારની ચિંતા વધારી દીધી છે. સતત વધી રહેલા કેસો વચ્ચે આજે ગાંધીનગરમાં બેઠક યોજાવા જઈ રહી છે. બપોરે 3 વાગે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાશે. બેઠકમાં આરોગ્ય કમિશનર, આરોગ્ય સચિવ સહિત અધિકારીઓ હાજર રહેશે.

રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કહેરે ચિંતા વધારી છે. ત્યારે આ વાયરસના કારણે અત્યાર સુધીમાં 14 લોકોના મૃત્યુ થયા છે. તેમજ આ વાયરસના કેસોની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે જેને પગલે હાલ કેસોની સંખ્યા 27 પર પહોંચી ગઈ છે. ત્યારે આ સમગ્ર મામલે હવે તંત્ર દોડતુ થયું છે. સરકારની ચિંતામાં વધારો થતા આજે તાત્કાલિક બેઠક બોલાવામાં આવી છે.

ચાંદીપુરા મામલે આજે તંત્રની બેઠક

વધતા જતા ચાંદીપુરા વાયરસના કેસે સરકારની ચિંતા વધારી દીધી છે. સતત વધી રહેલા કેસો વચ્ચે આજે ગાંધીનગરમાં બેઠક યોજાવા જઈ રહી છે. બપોરે 3 વાગે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાશે. બેઠકમાં આરોગ્ય કમિશનર, આરોગ્ય સચિવ સહિત અધિકારીઓ હાજર રહેશે.

ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાશે

ચાંદીપુરા વાયરસના વધતા કેસોના કારણે આજે બપોરે બેઠક યોજાવા જઈ રહી છે . આ મીટીંગમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી તમામ જિલ્લાના આરોગ્ય અધિકારીઓ જોડાશે. CHC, PHC સુધી તંત્રને તૈયારી કરવા સૂચના આપવામાં આવશે. આ સાથે તંત્રની વર્તમાન તૈયારીઓની સમીક્ષા થશે. ત્યારે લોકજાગૃતિ માટે વધુ જોર આપવામાં આવશે.

Published On - 11:31 am, Thu, 18 July 24

Next Video