Porbandar News : તોફાની પવન સાથે દરિયો બન્યો ગાંડોતૂર, ચોપાટી પર લોકો જોખમી સેલ્ફી લેતા જોવા મળ્યા, જુઓ Video

Porbandar News : તોફાની પવન સાથે દરિયો બન્યો ગાંડોતૂર, ચોપાટી પર લોકો જોખમી સેલ્ફી લેતા જોવા મળ્યા, જુઓ Video

| Edited By: | Updated on: Jun 28, 2025 | 2:57 PM

ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ત્યારે પોરબંદરમાં પણ તોફાની પવન સાથે દરિયો ગાંડોતૂર બન્યો છે. તોફાની પણ સાથે દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યાં છે. ત્યારે કોઈ દુર્ઘટના ન બને અને લોકોની સુરક્ષાના ભાગ રુપે તંત્ર દ્વારા સ્થાનિક લોકોને ચોપાટી પર જવાની મનાઈ કરવામાં આવી છે.

તંત્રએ ચેતવણીના બોર્ડ લગાવ્યા છતાં પણ લોકોની બેદરકારી સામે આવી રહી છે. દરિયામાં ભારે પવન હોવા છતા લોકો જોખમી સેલ્ફી લેતા કેમેરામાં કેદ થયા છે. જો કોઈ પણ પ્રકારની દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ ? જેવા અનેક સવાલો ઉભા થાય છે.

પોરબંદરના દરિયામાં તણાઈ જવાથી એક યુવકનું મોત

બીજી તરફ આ અગાઉ પોરબંદરના સમુદ્રના તોફાની મોજામા એક યુવકનું તણાઈ જવાથી મોત થયું હતું. પોરબંદરના ખાપટ વિસ્તારના ચાર જેટલા યુવકો તોફાની સમુદ્રમાં નાહવા માટે પડ્યા હતા. ઉંચા મોજાના કારણે અશોક કાના ભોગેસરા નામના 30 વર્ષીય યુવક તોફાની મોજામાં ડૂબી ગયો હતો. સાથે નાહવા ગયેલ અન્ય ત્રણેય યુવાનોએ જીવ બચાવવા કોશિશ કરી પરંતુ અશોકનું ઘટના મોત થયું હતું.

સાથી મિત્રો અને આસપાસના લોકોએ 108ની મદદ માંગી પરંતુ પાણીમાં ગયેલ અશોક કાના ભોગસર મૃત્યુ પામ્યો હતો. થોડા દિવસ પહેલા પણ અન્ય એક યુવક તોફાની મોજામાં તણાઈ ને મોતને ભેટ્યો હતો. ત્યાં આજે વધુ એક યુવકનું તોફાની મોજામાં ડૂબી જવાથી મોત થયું હતું.

ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો