Vasad Rain : વલસાડ જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો, અનેક વિસ્તારોમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ Video

Vasad Rain : વલસાડ જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો, અનેક વિસ્તારોમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ Video

| Edited By: | Updated on: Oct 07, 2025 | 2:29 PM

હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. વિરામ બાદ ફરી જિલ્લામાં વરસાદી માહોલ જોમ્યો છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. વિરામ બાદ ફરી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. ધરમપુર, કપરાડા, પારડી તાલુકામાં વરસાદ વરસ્યો છે. આગાહી પ્રમાણે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો છે. સિઝનના અંતે વરસાદથી ધરતીપુત્રો ચિંતામાં જોવા મળ્યો છે. ડાંગરના પાકમાં વરસાદના કારણે નુકસાનની ભીતિ જોવા મળી છે.

છેલ્લા 24 કલાકમાં 120 તાલુકામાં વરસાદ

હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતના વિવિધ તાલુકાઓમાં વરસાદી માહોલ યથાવત જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં 120 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. ત્યારે 7 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ આણંદ તાલુકામાં 1.65 ઈંચ ખાબક્યો છે. વલસાડમાં 1.45 અને છોટાઉદેપુરના કવાંટમાં 1.34 ઈંચ વરસાદ વરસ્યો છે. ત્યારે મોરબીના વાંકાનેરમાં 1.30 ઈંચ વરસાદ નોંધાયો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો