Rain News : છેલ્લા 2 કલાકમાં બનાસકાંઠામાં વરસ્યો ધોધમાર વરસાદ, સૌથી વધુ દાંતામાં ખાબક્યો વરસાદ, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ફરી એક વાર વરસાદ વરસ્યો છે. ત્યારે ઉત્તર ગુજરાતમાં પણ મેઘ મહેર જોવા મળી છે. છેલ્લા 2 કલાકમાં બનાસકાંઠામાં ધોધમાર વરસાદ વરસ્યો છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ફરી એક વાર વરસાદ વરસ્યો છે. ત્યારે ઉત્તર ગુજરાતમાં પણ મેઘ મહેર જોવા મળી છે. છેલ્લા 2 કલાકમાં બનાસકાંઠામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સૌથી વધુ બનાસકાંઠાના દાંતામાં 3.66 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે પાલનપુરમાં 2.09 ઈંચ વરસાદ વરસ્યો છે. ત્યારે લાખણીમાં 1.38 ઈંચ વરસાદ વરસ્યો છે. જો છેલ્લા 24 કલાકના વરસાદની વાત કરીએ તો ગુજરાતના 54 તાલુકામાં વરસાદ વરસ્યો છે.
ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 7 દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહીંવત છે. તો રાજ્યમાં વરસાદી સિસ્ટમ તો સક્રિય છે. પરંતુ તેની અસર ગુજરાતમાં નહીં વર્તાય છે. તો વરસાદ ઘટવાની સાથે રાજ્યમાં તાપમાનનો પારો વધવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગનું અનુમાન છે કે આગામી દિવસોમાં ગરમીનો પારો 1થી 2 ડિગ્રી સુધી વધી શકે છે.