Ambaji મંદિરમાં દાનની આવકમાં થયો 30 ટકાનો વધારો

અંબાજીમાં અગાઉના વર્ષો કરતા દાનમાં ત્રીસ ટકાનો વધારો થયો છે. વાર્ષિક આવક રૂપિયા 52.37 કરોડને આંબી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 14, 2022 | 10:24 PM

ગુજરાતમાં(Gujarat) પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં(Ambaji)દાનની(Donation)આવકમાં વધારો થયો છે. કોરોનાની મહામારીને લઇને સરકારની SOP માં છુટછાટ અપાતા માતાજીના મંદિરના દ્વાર ખુલ્યા હતા જેને લઇ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. તેમજ શ્રદ્ધાળુઓએ મોટા પ્રમાણમાં દાન કર્યું છે. જેમાં અગાઉના વર્ષો કરતા દાનમાં ત્રીસ ટકાનો વધારો થયો છે. વાર્ષિક આવક રૂપિયા 52.37 કરોડને આંબી છે. આ દાનનો પ્રવાહ વધવા પાછળ શ્રદ્ધાળુઓની આસ્થા કારણભૂત માનવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીએ ફરી ચિંતાનું મોજું પ્રસરાવી દીધું છે. ફરી કોરોના મહામારીને પગલે મંદીરો બંધ કરવાની ફરજ પડી રહી છે. કોરોના મહામારીને પગલે અંબાજી મંદીર ફરી એકવાર બંધ કરવામાં આવશે. અંબાજી મંદિર 15 થી 22 જાન્યુઆરી સુધી બંધ રહેશે. ગબ્બર, અંબાજી મંદિર અને ટ્રસ્ટના મંદિરો બંધ રાખવામાં આવશે. મંદીર ટ્રસ્ટ દ્વારા પ્રેસ નોટ જાહેર કરાઈ છે. જેમાં મંદીર બંધ રાખવાનો નિર્ણય જાહેર કરાયો છે. નોંધનીય છે કે કોરોનાની ત્રીજી લહેર વચ્ચે મંદીર બંધની જાહેરાત કરાઈ છે. સવાર-સાંજની આરતીનું ઓનલાઇન દર્શન વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિર ટ્રસ્ટનુ અંબિકા ભોજનાલય ચાલું રહેશે.

સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર બાદ કોરોનાની ત્રીજી લહેરમાં ઝડપથી સંક્રમણ વધી રહ્યું છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં પણ કોરોના પોઝિટિવ આંક 200 નજીક પહોંચી ચૂક્યો છે. ત્યારે આજે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં અગમચેતીના ભાગરૂપે મહત્વનો નિર્ણય લેવાયો છે. અને, સંક્રમણ ન ફેલાય તે હેતુથી વ્યવસ્થાપક સમિતિ દ્વારા અંબાજી મંદિર ગબ્બર મંદિર 51 શક્તિપીઠ પરિક્રમા માર્ગના મંદિરો ટ્રસ્ટ હસ્તકના પેટા મંદિરો 15 જાન્યુઆરી 2022 થી 22 જાન્યુઆરી 2022 સુધી દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

આ પણ  વાંચો : ગુજરાતમાં આમ આદમી પાર્ટીને આંચકો, વિજય સુંવાળા પાર્ટી છોડશે

આ પણ વાંચો :  Surat: કોરોના કાળમાં આ સુરતીએ બનાવ્યો ઓમીક્રોન અને કોરોના વાયરસ દર્શાવતો મહાકાય પતંગ

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">