Ahmedabad Plane Crash : DNA માટે 250 જેટલા સેમ્પલ લેવાયા, સિવિલ બહાર 192 એમ્બ્યુલન્સનો ખડકલો કરાયો, જુઓ Video

Ahmedabad Plane Crash : DNA માટે 250 જેટલા સેમ્પલ લેવાયા, સિવિલ બહાર 192 એમ્બ્યુલન્સનો ખડકલો કરાયો, જુઓ Video

| Edited By: | Updated on: Jun 14, 2025 | 1:31 PM

આજથી DNA સેમ્પલ મેચ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ગઈકાલ સુધી લેવાયેલા સેમ્પલના પૃથ્થકરણની કાર્યવાહી થઈ છે. અત્યાર સુધી કુલ 250 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે.

આજથી DNA સેમ્પલ મેચ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ગઈકાલ સુધી લેવાયેલા સેમ્પલના પૃથ્થકરણની કાર્યવાહી થઈ છે. અત્યાર સુધી કુલ 250 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે. આજે પણ DNA માટે સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક સાથે 192 એમ્બ્યુલન્સનો ખડકલો કરવામાં આવ્યો છે.

192 એમ્બ્યુલન્સનો ખડકલો કરવામાં આવ્યો

અમદાવાદમાં પ્લેન ક્રેશમાં જીવ ગુમાવનાર મૃતકોના પરિવારને મૃતદેહ સોંપવા માટે એમ્બ્યુલન્સનો ખડકલો ઉભો કરવામાં આવ્યો છે. વિવિધ જિલ્લામાંથી શબવાહીની, એમ્બ્યુલન્સ, ICU ઓન વ્હીલ મગાવાઈ છે. શહેર અને રાજ્યમાંથી 192 મૃતદેહો માટે સ્ટેન્ડબાય વાહનો રાખવામાં આવ્યો છે. ગઈકાલે 8 મૃતદેહની ઓળખ બાદ પરિવારને મૃતદેહ સોંપાયો છે. એમ્બ્યુલન્સના ડ્રાઈવર સહિતના સિવિલ હોસ્પિટલમાં રજિસ્ટ્રેશન કરાયા છે.

અમદાવાદ એરપોર્ટ નજીક મેઘાણી વિસ્તારમાં એર ઇન્ડિયાનું એક વિમાન ક્રેશ થયું. જેમાં 241 લોકોના મોત થયા છે. અમદાવાદ પ્લેન ક્રેશને લગતા તમામ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો.