ગુજરાતમાં શાળાઓ ખોલવા અંગે ટુંક સમયમાં લેવાશે નિર્ણય, કેન્દ્રએ રાજ્ય સરકારને આપી આ સૂચના

|

Feb 04, 2022 | 11:33 AM

કેન્દ્રના આ આદેશ બાદ હવે રાજ્યો પોતાની રીતે નિર્ણય લઇ શકશે. ગુજરાતમાં હાલમાં કોરોનાના કેસ વધી જ રહ્યા છે છતા, ગુજરાતનું શિક્ષણ વિભાગ પણ હવે કેન્દ્ર સરકારના આદેશને પગલે ટુંક સમયમાં નિર્ણય લઇ શકે છે.

કેન્દ્ર સરકારે (Central Government) દેશમાં શાળાઓ (Schools) ખોલવા અંગે રાજ્યોને મહત્વની સૂચના આપી છે. ફરી શાળાઓ શરૂ કરવા અંગે કેન્દ્ર સરકારે મોટો ફેરફાર કર્યો છે. દેશમાં કોરોનાના કેસ (Corona case) હજુ પણ વધી રહ્યા છે આમ છતા શાળાઓ શરૂ કરવા માટે બાળકોના માતા-પિતાની સંમતિ લેવી જરૂરી નથી તેવા સૂચન કર્યા છે.

દેશભરમાં ભલે કોરોનાના કેસ વધી રહ્યા હોય પરંતુ શાળાઓ શરુ કરવા અંગે હવે શાળા સંચાલકોએ વિદ્યાર્થીઓના માતા-પિતાની સંમતિ નહીં લેવી પડે. જે જિલ્લામાં કોરોના પોઝિટિવ રેટ પાંચ ટકાથી ઓછો છે ત્યાં શાળા શરૂ કરી શકાશે. ફરી શાળાઓ શરૂ કરવા અંગે કેન્દ્ર સરકારે મોટો ફેરફાર કર્યો છે અને તમામ રાજ્ય સરકારોને પોતાની રીતે નિર્ણય લેવા માટે સૂચન કર્યું છે.

કેન્દ્ર સરકાર તરફથી કહેવાયું છે કે બાળકોને શાળામાં બોલાવવા અંગે માતા-પિતાની સંમતિને લઇ રાજ્ય સરકાર પોતાના સ્તરે નિર્ણય કરે. રાજ્યોમાં કોરોના પોઝિટિવ રેટ પાંચ ટકાથી ઓછો છે તે જિલ્લામાં ફરી શાળાઓ શરૂ કરવામાં આવી શકે છે. કેન્દ્રના આ આદેશ બાદ હવે રાજ્યો પોતાની રીતે નિર્ણય લઇ શકશે. ગુજરાતમાં હાલમાં કોરોનાના કેસ વધી જ રહ્યા છે છતા, ગુજરાતનું શિક્ષણ વિભાગ પણ હવે કેન્દ્ર સરકારના આદેશને પગલે ટુંક સમયમાં નિર્ણય લઇ શકે છે.

મહત્વનું છે કે 3 જાન્યુઆરીએ ગુજરાતમાં કોરોનાના 7, હજાર 606 નવા કેસ નોંધાયા. તો એક દિવસમાં રાજ્યમાં 34 લોકોનાં મોત થયા છે. અમદાવાદ શહેરમાં સૌથી વધુ 3 હજાર 118 કેસ સાથે 10 દર્દીના નિધન થયા. તો વડોદરા શહેરમાં કોરોનાના 1127 કેસ સાથે 4 દર્દીનાં મોત નિપજ્યા. રાજકોટ શહેરમાં 238 કોરોના કેસ સાથે 2નાં મોત થયા. જ્યારે સુરત શહેરમાં કોરોનાના 227 કેસ અને 3 લોકોનાં મોત થયા છે. સુરત જિલ્લામાં પણ 162 પોઝિટિવ કેસ અને 3 લોકોનાં નિધન થયા. તો

આ પણ વાંચો-

Gandhinagar Defence Expo 2022: ગાંધીનગરમાં યોજાનારા 12માં ડિફેન્સ એક્સપોનું કાઉન્ટ ડાઉન શરૂ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં કરશે ઉદ્ઘાટન, 100 કરતા વધારે ડિપ્લોમેટ્સને આમંત્રિત કરાયા

આ પણ વાંચો-

Gandhinagar: “ઢબુડી મા” સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ, પરિવાર સહિત ઢબુડી મા ઉર્ફે ધનજી ઓડ ફરાર

Next Video