Narmada: સરદાર સરોવર ડેમમાંથી નર્મદા નદીમાં પાણી છોડવાનું બંધ, ગુજરાતમાં 182 જેટલી નદીના પટ સુકાયા

| Edited By: | Updated on: Apr 24, 2022 | 10:41 AM

સરદાર સરોવર ડેમમાંથી (Sardar Sarovar Dam) નર્મદા નદીમાં પાણી છોડવાનું બંધ કરવામાં આવ્યુ છે. ત્યારે ઉનાળામાં (Summer 2022) ગુજરાતના ઘણા વિસ્તારમાં થતી પાણીની સમસ્યાઓમાં વધારો થઇ શકે છે.

એક તરફ ગુજરાતમાં (Gujarat) ઉનાળાની આકરી ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. હીટવેવની (Heatwave) આગાહી વચ્ચે ઘણા વિસ્તારોમાં પાણીની સમસ્યાઓ (Water crisis) શરુ થઇ ગઇ છે. બીજી તરફ ગુજરાતમાં આકરા ઉનાળાના પ્રારંભ સાથે જ નર્મદા નદીમાં પાણી છોડવાનું બંધ કરવામાં આવ્યું છે. તો નર્મદા નદીમાં હાલમાં 39.13 ટકા ઉપયોગમાં લઈ શકાય તેટલો પાણીનો જથ્થો જ ઉપલબ્ધ છે. જેના કારણે હવે ગુજરાતની નદીઓ પણ સુકાવા લાગી છે. ત્યારે હવે વન્ય જીવ સૃષ્ટિને પાણી માટે સમસ્યા થઇ શકે છે.

સરદાર સરોવર ડેમમાંથી નર્મદા નદીમાં પાણી છોડવાનું બંધ કરવામાં આવ્યુ છે. ત્યારે ઉનાળામાં ગુજરાતના ઘણા વિસ્તારમાં થતી પાણીની સમસ્યાઓમાં વધારો થઇ શકે છે. રાજ્યના 206 જળાશયોમાંથી માત્ર 40માં જ 50 ટકા પાણીનો જથ્થો છે. જ્યારે 70 ડેમ ખાલીમ થઈ ગયા છે. રાજ્યની 182 નદીઓના પટ સૂકાભઠ્ઠ થતા વન્ય જીવ સૃષ્ટિને પાણી માટે ભટકવાના દિવસો શરૂ થયા છે. જો રાજ્યના ડેમની સ્થિતિ પર નજર કરીએ તો ઉત્તર ગુજરાતના 15 ડેમમાં સૌથી ઓછો 15 ટકા જેટલો પાણીનો જથ્થો છે. મધ્ય ગુજરાતના 17 ડેમમાં 45 ટકા પાણીનો જથ્થો છે. તો દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે 62 ટકા પાણીનો જથ્થો છે. કચ્છમાં 20 ટકા અને સૌરાષ્ટ્રના 141 જેટલા ડેમમાં 39.12 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ટ

સરદાર ડેમમાંથી પાણી છોડવાનું બંધ થતા સૌથી વધુ હાલાકી ખેડૂતોને પડશે. એક તરફ આકરી ગરમીના કારણે ખેતરમાં પાકને પાણી આપવાની સમસ્યા પહેલેથી જ હોય છે. ત્યારે હવે નદીઓમાં પણ પાણી સુકાતા ખેડૂતોને સિંચાઇના પાણીની તકલીફ પણ સહન કરવી પડશે. તો પાણીની કટોકટીને કારણે પશુપાલન કરનારા લોકોને પણ હાલાકી થશે.

આ પણ વાંચો-Ahmedabad: મહંમદપુરા ચોકડી પર નિર્માણાધીન ઓવરબ્રિજનો ભાગ ધરાશાયી, ઔડાનું તંત્ર દોડતું થયુ

આ પણ વાંચો-આજે બિનસચિવાલય ક્લાર્ક, સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા, કડક સુરક્ષા સાથે 32 જિલ્લાના 3243 કેન્દ્રો પર પરીક્ષા

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published on: Apr 24, 2022 08:37 AM