Ahmedabad: મહંમદપુરા ચોકડી પર નિર્માણાધીન ઓવરબ્રિજનો ભાગ ધરાશાયી, ઔડાનું તંત્ર દોડતું થયુ

ગત રાત્રે 10 વાગ્યાની આસપાસ મહંમદપુરા ચોકડી પર નિર્માણાધીન બ્રિજનો (Bridge under construction) વચ્ચેનો ભાગ ધરાશાયી (Collapsed) થઈ ગયો હતો. સદનસીબે મોટી જાનહાનિ ટળી છે.

Ahmedabad: મહંમદપુરા ચોકડી પર નિર્માણાધીન ઓવરબ્રિજનો ભાગ ધરાશાયી, ઔડાનું તંત્ર દોડતું થયુ
Ahmedabad: Part of the overbridge under construction at Mahammadpura crossroads collapsed
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 24, 2022 | 7:16 AM

અમદાવાદમાં (Ahmedabad) સરદાર પટેલ રિંગ રોડ પર ગત રાત્રે નિર્માણાધીન ફ્લાય ઓવરબ્રિજ (Overbridge) ધરાશાયી થતાં ઔડાનું તંત્ર દોડતું થઈ ગયું છે. ઔડાના સત્તાધીશો અને બ્રિજની કામગીરી સંભાળતા અધિકારીએ ઘટનાસ્થળની મુલાકાત લઈને તપાસ કરી છે. ઔડાના અધિકારીઓ (Auda) હજુ એ જાણી શક્યા નથી કે બ્રિજ કયા કારણોસર ધરાશાયી થયો હતો. આટલી મોટી દુર્ઘટના સર્જાઈ હોવા છતાં ઔડાના સત્તાધીશો પોતાના અને કોન્ટ્રાક્ટરના બચાવમાં ઉતરી આવ્યા હોય તેવું લાગી રહ્યું છે.

બ્રિજની કામગીરીની દેખરેખ કરતા ઔડાના અધિકારીનું કહેવું છે કે બ્રિજના કામમાં ગુણવત્તાના કોઈ જ સવાલ ઉઠતા નથી. જેથી કોન્ટ્રાક્ટરની આમાં કોઈ ભૂલ નથી. અધિકારી એમ. કે. મોદીએ કહ્યું કે, બ્રિજની ડિઝાઈન સહિતની કામગીરી રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ પાસે જ મંજૂર કરાવતા હોઈએ છીએ. પણ આ બધુ જ કમિટી દ્વારા નક્કી કરાશે. ટેક્નિકલ ટીમ તપાસ કરે પછી ખબર પડી શકે કે કયા કારણોસર બ્રિજ ધરાશાયી થયો છે. સત્તાધીશોનું કહેવું છે કે બ્રિજ ધરાશાયી થયો તે સમયે ઔડાના તમામ એન્જિનિયર હાજર હતા. ટ્રેસિંગનું કામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક વાયબ્રેશન થતાં તેઓ નીચે આવી ગયા હતા.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

ગત રાત્રે 10 વાગ્યાની આસપાસ મહંમદપુરા ચોકડી પર નિર્માણાધીન બ્રિજનો વચ્ચેનો ભાગ ધરાશાયી થઈ ગયો હતો. સદનસીબે મોટી જાનહાનિ ટળી છે. બ્રિજ નીચે કોઈ હાજર ન હોવાથી કોઈને નુક્સાન નથી પહોંચ્યું. મળતી માહિતી પ્રમાણે, ઔડા દ્વારા રણજિત બિલ્ડકોનને બ્રિજનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. જ્યારે DELF કન્સલ્ટીંગ એન્જિનિયર્સ ઈન્ડિયા પ્રાઈવેટ લિમીટેડ કંપની બ્રિજની ડિઝાઈન તૈયાર કરી હતી. જ્યારે કોન્ટ્રાક્ટ અપાયો ત્યારે 30 મહિનામાં જ બ્રિજનું કામ પૂર્ણ કરી આપવાની જવાબદારી નિર્ધારિત કરાઈ હતી. જે મુજબ આ કામ 4 સપ્ટેમ્બર 2021 સુધીમાં પૂર્ણ થઈ જવું જોઈતું હતું. કામ હજુ ચાલું હતું અને ફેબ્રુઆરીમાં તેનું લોકાર્પણ થવાનું હતું.

ટેન્ડર મુજબ બ્રિજ બનાવવાનો ખર્ચ 78.48 કરોડ નિર્ધારિત કરાયો હતો. જ્યારે બ્રિજ બનાવવાની અંદાજિત કિંમત રૂપિયા 66.79 કરોડથી વધુ નિર્ધારિત કરાઈ હતી. આવી દુર્ઘટનાથી લોકોને હવે કામગીરી પર વિશ્વાસ નથી રહ્યો. ઘટનાને લઈ સ્થાનિકોની માગ છે કે બ્રિજના કામ સંભાળતા કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા જોઈએ અને તેની સામે કાર્યવાહી થવી જોઈએ.

આ પણ વાંચો-

Ahmedabad : 7 વર્ષનું બાળક 14 ચુંબકીય મણકા ગળી ગયું, તબીબોએ ભારે જહેમત બાદ બાળકને મોતના મુખમાંથી ઉગાર્યો

આ પણ વાંચો-

Ahmedabad : એમ.જે. લાઇબ્રેરીમાં 207 વર્ષ જૂના હેરિટેજ પુસ્તકને સાચવવામાં આવ્યું

g clip-path="url(#clip0_868_265)">