આજે બિનસચિવાલય ક્લાર્ક, સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા, કડક સુરક્ષા સાથે 32 જિલ્લાના 3243 કેન્દ્રો પર પરીક્ષા
પરીક્ષા (Exam) દરમિયાન કોઈ ગેરરીતિ ન થાય તે માટે ખાસ ધ્યાન રાખવામાં આવશે. પરીક્ષા કેન્દ્ર (Examination Center) પર સજ્જડ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
ચાર ચાર વખત રદ થયા બાદ અંતે આજે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની (Gujarat Secondary Service Selection Board) બિનસચિવાલય ક્લાર્ક (Non-Secretariat Clerk) અને સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા યોજાશે. રાજ્યમાં અંદાજિત 10 લાખ 45 હજારથી વધુ ઉમેદવારો આ પરીક્ષા (Exam) આપશે. 32 જિલ્લાના 3243 પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. 200 માર્ક્સની આ પરીક્ષા સવારે 11 વાગ્યાથી માંડીને બપોરે 1 વાગ્યા સુધી એમ બે કલાક ચાલશે. સવા દસ વાગ્યા બાદ પરીક્ષા કેન્દ્રમાં ઉમેદવારોને પ્રવેશ નહીં આપવામાં આવે. તો પરીક્ષા આપવા આવનારા દરેક ઉમેદવારો પોતાનું એક ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે.
આ પરીક્ષા દરમિયાન કોઈ ગેરરીતિ ન થાય તે માટે ખાસ ધ્યાન રાખવામાં આવશે. દરેક પરીક્ષા કેન્દ્ર પર સજ્જડ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દરેક પરીક્ષા કેન્દ્રના મુખ્ય દ્વાર પર જ ઉમેદવારોનું સ્ક્રીનિંગ કરવામાં આવશે. જો કોઈ ઉમેદવાર પરીક્ષા દરમિયાન મોબાઈલ, સ્માર્ટ વોચ, બ્લૂટૂથ ડિવાઈસ સાથે પકડાશે તો ફોજદારી ગુનો દાખલ કરાશે. આ ઉપરાંત પેપરોના ટ્રેકિંગ માટે એક ખાસ એપ પણ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે તૈયાર કરી છે.
વર્ષ 2018માં 3900 બેઠકો માટે આ ભરતી બહાર પાડવામાં આવી હતી. પરંતુ પેપરલીક થવાના લીધે વર્ષ 2019માં આ પરીક્ષા રદ કરવામાં આવી હતી. ત્યારબાદ ત્રણ વખત વહીવટી કારણોને લઈને પરીક્ષા મોકૂફ રખાઈ હતી. ત્યારે હવે ગઈ વખતે લેવાયેલી પરીક્ષામાં થયેલી ગેરરીતિને લઈને ગીરસોમનાથ જિલ્લામાં આ વખતે એકપણ પરીક્ષા કેન્દ્ર નથી ફાળવાયું. આ ઉપરાંત જ્યાં અગાઉ સામૂહિક ચોરીની ફરિયાદ મળતી હતી ત્યાંના વિદ્યાર્થીઓને અન્ય જિલ્લામાં પરીક્ષા કેન્દ્ર ફાળવાયા છે. તો ભાવનગર, મહેસાણા જિલ્લાના પરીક્ષા કેન્દ્રો પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે.
આ પણ વાંચો : Surat : 18થી 59 વર્ષના નાગરિકોમાં બુસ્ટર ડોઝની ટકાવારી માત્ર 0.6 ટકા, આળસ પડી શકે છે ભારે
આ પણ વાંચો : Ahmedabad : 7 વર્ષનું બાળક 14 ચુંબકીય મણકા ગળી ગયું, તબીબોએ ભારે જહેમત બાદ બાળકને મોતના મુખમાંથી ઉગાર્યો
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો