Tapi : વ્યારાના શંકર ફળિયામાં ડિમોલિશન કરાતા વિદ્યાર્થીઓને શાળાએ જવા હાલાકી, પ્લેકાર્ડ સાથે કલેક્ટરને કરી રજૂઆત, જુઓ Video
વ્યારાના શંકર ફળિયાના વિદ્યાર્થીઓ રસ્તાના અભાવે શાળા, કોલેજમાં જઇ શકતા નથી. જેને લઈને વિદ્યાર્થીઓએ વિવિધ પ્લેકાર્ડમાં પોતાને પડતી અગવડતા અંગેના સૂચનો લખી ગુલાબનું ફૂલ આપી કલેક્ટરને રજૂઆત કરી હતી.
Tapi : વ્યારાના શંકર ફળિયા વિસ્તારમાં 70 મકાનોનું ડિમોલિશન (Demolition) કરાયું છે. ડિમોલિશન બાદ તંત્રએ રસ્તાઓ, સ્ટ્રીટ લાઈટો બંધ કરી દેતા વિસ્તારના અન્ય લોકોને ભારે અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં વિદ્યાર્થીઓ રસ્તાના અભાવે શાળા કોલેજમાં જઇ શકતા નથી. જેને લઈને વિદ્યાર્થીઓએ વિવિધ પ્લેકાર્ડમાં પોતાને પડતી અગવડતા અંગેના સૂચનો લખી ગુલાબનું ફૂલ આપી કલેક્ટરને રજૂઆત કરી હતી.
આ પણ વાંચો દક્ષિણ પટ્ટીનો આ ધોધ ચોમાસામાં સહેલાણીઓ માટે બન્યું આકર્ષણનું કેન્દ્ર, જુઓ ડ્રોન Video
સ્થાનિકોને પડતી હાલાકી અને વિદ્યાર્થીઓની નિર્દોષ અને માસૂમ રજૂઆતને લઇને કલેક્ટર પણ વિદ્યાર્થીઓને મૌખિક બાંહેધરી આપી છે. કલેક્ટરે બાંહેધરી આપી છે કે આ સપ્તાહમાં રસ્તો ખુલ્લો કરી સ્ટ્રીટ લાઈટની સુવિધા આપવામાં આવશે તેમજ આ અંગે જરૂરી સૂચના વ્યારા નગરપાલિકાને પણ આપવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું.
તાપી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો